નિર્માતા રાજન શાહીએ ‘અનુપમા’માં નવા પાત્રના આગમનની ઘોષણા કરી, સુધાંશુ પાંડેની હકાલપટ્ટી ના સમાચાર પર આમ કહ્યું..

અનુપમાના ચાહકો માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવ્યા હતા કે શોમાં ‘વનરાજ’ની ભૂમિકા નિભાવી રહેલા સુધાંશુ પાંડેનું પત્તું કપાવાનું છે. નિર્માતાઓ તેને આ શોમાંથી બહાર ફેંકી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેને કોઈ બીજા સાથે બદલી નાખશે.

આ સમાચાર પર હવે શોના નિર્માતા રાજન શાહીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું હતું કે શોમાં મહત્વના પાત્રની એન્ટ્રી ચોક્કસ છે પરંતુ ટીવી અભિનેતા સુધાંશુ પાંડે ‘અનુપમા’માંથી બહાર નથી કાઢવામાં આવ્યા.

રાજન શાહીએ ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં કહ્યું કે, ‘સુધાંશુ પાંડે શોનો એક અભિન્ન ભાગ છે અને તે રહેશે. જ્યાં સુધી નવી એન્ટ્રીની વાત છે. શોમાં ટૂંક સમયમાં એક નવું પાત્ર ઉમેરવામાં આવશે, કાસ્ટિંગ હજી પૂર્ણ થયું નથી. વળી, રાજન શાહીએ તેમના નિવેદનમાં પ્રેક્ષકોને આભાર માન્યો અને કહ્યું કે ‘અનુપમા’ ને પ્રેમ આપ્યો અને તેને રોજિંદા જીવનનો એક ભાગ બનાવ્યો તે માટે હું પ્રેક્ષકોનો આભારી છું. અમે પ્રેક્ષકોના મનોરંજન માટે કોઈ કસર છોડીશું નહીં. અમે ટૂંક સમયમાં જ નવા પ્રવેશની ઘોષણા કરીશું.

નિર્માતા રાજન શાહી પહેલા ‘અનુપમા’ માં સમરનું પાત્ર ભજવનાર અભિનેતા પારસ કાલનાવતે આ સમાચારને માત્ર અફવા ગણાવી હતી. પારસે કહ્યું, ‘મને નથી લાગતું કે આ સમાચારમાં કોઈ સત્ય છે. નિર્માતાઓ સુધાંશુ પાંડેને બદલવાની યોજના નથી કરી રહ્યા.

અનુપમામાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અપૂર્વ અગ્નિહોત્રી, અલ્પના બૂચ, અરવિંદ વૈદ્ય, પારસ કાલનાવત, આશિષ મેહરોત્રા, મુસ્કન બામણે, શેખર શુક્લા, નિધિ શાહ, આંગા ભોસલે અને તસ્નિમ શેખ છે. આ શોનું નિર્માણ રાજન શાહીએ કર્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer