અનુપમા ને પોતાની બહેન માને છે અક્ષય કુમાર, અનુપમા પાસે અક્ષયે બંધાવી રાખડી…

તમે સૌ અનુપમા ને તો ઓળખો જ છો. અનુપમા એટલે આપણી રૂપાલી ગાંગુલી. હાલની વાત કરીએ તો રૂપાલી ગાંગુલી અનુપમા સીરીયલને કારણે ખૂબ જ ફેમસ છે. ભાગ્યેજ કોઈ વ્યક્તિ હશે કે જે અનુપમાને નહીં ઓળખતું હોય.. આજે અમે તમને આ આર્ટીકલમાં અનુપમા અને અક્ષય કુમારની મુલાકાત વિશે જણાવીશું.

આજકાલ અનુપમા શૉ ખૂબ જ ફેમસ થઈ રહ્યો છે. અનુપમા શૉ નાએક્ટર જેવા કે રૂપાલી ગાંગુલી, મદાલસા શર્મા પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને ખૂબ જ સુંદર સુંદર તસવીરો શેર કરતા રહે છે. ચાહકો તેમની આ તસવીરો ખૂબ જ પસંદ કરે છે.

બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારની આવનારી ફિલ્મ રક્ષાબંધન 11 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. તે પોતાના ફિલ્મના પ્રમોશન માટે રિયાલિટીશૉ સ્ટાર પરિવારના સેટ ઉપર આવી પહોંચ્યો હતો. જ્યાં તેમની બહેને તેમને રાખડી બાંધી હતી. જો તમે તે નથી જાણતા તો અમે તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર કોને પોતાની બહેન માને છે. આ બહેન બીજું કોઈ નહીં પરંતુ તમારી ફેવરેટ રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમા છે.

શોમાં રૂપાલી અક્ષયને રાખડી બાંધતી અને તેની સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે વાત કરતી જોવા મળશે.

સન્ડે વિથ સ્ટાર પરિવારના સેટ ઉપર અક્ષય કુમાર એ પોતાની આવનારી ફિલ્મ રક્ષાબંધનનું પ્રમોશન કર્યું હતું. જ્યાં અક્ષય કુમારને રૂપાલી ગાંગુલીએ રાખડી બાંધી હતી. રૂપાલી આ વિશેની વાત જણાવતા કહે છે કે અક્ષય કુમાર મારો રાખી ભાઈ છે. અમે ઘણા સમય પહેલાથી એકબીજાને ઓળખીએ છે. ત્યારબાદ અક્ષય કુમાર બોલીવુડ નો સૌથી મોટો અભિનેતા બની ગયો પછી અમારો સંપર્ક તૂટી ગયો હતો..

Leave a reply:

Your email address will not be published.

Site Footer