કારતક માસની કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ દિપાવલીની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે 27 ઓકટોબર અને રવિવારે દિપાવલી મનાવવામાં આવશે. દિપાવલીને દીપોત્સવનો તહેવાર પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં દીપનો સંબંધ રોશની સાથે છે રોશની જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતિક છે. આ દિવસે ગણેશ-લક્ષ્મીજીનું પૂજન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. જેનાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માન્યતા છે કે દિપાવલી પર માતા લક્ષ્મીજી ધરતી પર આવીને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે.
કેટલાક ઘરોમાં સાફ સફાઈ ન થાય કે તુટેલી ફુટેલી વસ્તુઓ રાખવામાં આવે ત્યાંથી માતા લક્ષ્મી દૂર જાય છે. તો આજે આપણે જાણીએ કઈ કઈ વાતોનું દિપાવલી પર રાખવું જોઈએ ધ્યાન. ઘરમાં ક્યારેય તૂટેલા ફૂટેલા વાસણનો પ્રયોગ કરવો જોઈએ નહી. તુટેલા અને નકામા પડેલા વાસણમાં જમવાનું પીરસતા ઘરમાં ગરીબાઈ આવે છે. વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. આથી દિપાવલી પર ખાસ યાદ કરીને આવા વાસણને ફેંકી દેવા.
તૂટેલો કાચ દુર્ભાગ્યની નિશાની : જો તમારા ઘરમાં કોઈ તૂટેલો કાચ હોય બારી-બારણાના કાચ તૂટેલા હોય તો તેને તાત્કાલીક દુર કરવા. તૂટેલો કાચ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે આવી વસ્તુઓને દૂર કરો.
તૂટેલી તસવીરો ન રહેવા દો : ઘરમાં પરિવારના સભ્યોની તસવીરો લાગેલી હોય તો તાત્કાલીક હટાવી દો. આનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. ઘરની સુખ શાંતિ નાશ થાય છે.
તૂટેલું ફર્નીચર બગાડે છે તબિયત : ઘરમાં તૂટેલું ફુટેલપં ફર્નીચર પરિવારના સભ્યો પર ખરાબ અસર પાડે છે. સાથે એ યાદ રાખશો કે તૂટેલો દરવાજો ક્યારેય ન રાખો કેમકે લક્ષ્મીજીનો પ્રવેશ તૂટેલા દરવાજામાં ક્યારેય નથી થતો.