ટીવી શો ‘અનુપમા’ માં હમણાં ઘણા દિવસોથી ઉતાર ચઠાવ જોવા મળી રહ્યા છે. કાવ્યાએ વનરાજ સાથે લગ્ન કરી લીધા છે. અનુપમાની સર્જરી પણ ચોક્કસ પણે સફળ રહી હતી અને તે પણ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે. રિસોર્ટમાંથી બધા જ ઘરે પાછા જાય છે, પરંતુ ઘરે પહોંચ્યા પછી બાબુજી એવો ચોંકાવનારો નિર્ણય કરશે કે કાવ્યાના પગ નીચેથી જમીન સરકી જશે.
અત્યાર સુધી તમે જોયું છે :– કાવ્યાએ તેના વર્તન બદલ વનરાજ પાસે માફી માંગી છે અને વનરાજે પણ તેને માફ કરી દીધી છે. શાહ પરિવાર રિસોર્ટ છોડીને તેમના ઘર તરફ જાય છે. અનુપમા ડોક્ટર અદ્વૈતને જતા જતા વાંસળી વગાડવા કહે છે અને તે મસ્ત વાંસળી વગાડે છે અને ત્યાર પછી બધાએ ડોક્ટરને વિદાય આપી હતી.
હવે તમે જોશો :- કાવ્યા લગ્નને લઇને ખૂબ જ ઉત્સાહિત છે , અને પરિવારના બધા સભ્યો ને એ એક્સાઈટમેન્ટ પર ગુસ્સો આવે છે અને તેને કાવ્યાને સંભળાવે છે. અનુપમાનાં બાળકો કાવ્યાના ઘરે આવવાથી ચિંતિત છે.
અનુપમા બાળકોને કાવ્યા સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે કેહશે. અનુપમાથી અલગ થવાને કારણે પાખી ભાવુક થઈ જાય છે. બીજી તરફ, પરિવારના સભ્યો પણ અનુપમા વગર કેવી રીતે રહેવું તેની ચિંતા કરે છે.
અનુપમા કાવ્યાને સમજાવશે: – કાવ્યા આ સિવાય વનરાજ ઉપર પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરશે અને વનરાજ તેને પોતાની જાતથી દુર કરવાનો પ્રયત્ન કરશે. અનુપમા બાળકોને ચૂપ કરે છે.
પરંતુ બધી બાબતો જાતે યાદ કરીને તે ભાવુક થઈ જાય છે. દરેક વ્યક્તિ ઘરે પાછા પહોંચે છે. અનુપમા કિંજલને ઘરની જવાબદારીઓ સંભાળવાનું કહે છે. અનુપમા કાવ્યાને ઘરના દરેક લોકો સાથે સરસ રહેવાનું પણ કહે છે.
બાબુજીનો ચોંકાવનારો નિર્ણય :- બાબુજી વનરાજને લગ્નની ભેટ આપે છે અને અનુપમાને તેમનું માન આપે છે. અમાનતના રૂપમાં બાબુજી અનુપમાના નામે ઘરનો ત્રીજો ભાગ આપે છે. આ જાણીને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પરિવારના બધા સભ્યો ખુશ થઈ ગયા.