અનુપમા ની નજર ઉતારે અનુજ, વનરાજ બનશે ઘરમાં કંકાસ નો વિષય

ટીવી સિરિયલ ‘અનુપમા’માં વનરાજ અનુપમા માટે માથાનો દુખાવો બની ગયો છે . અનુપમાને લાગ્યું કે વનરાજ સુધરી ગયો છે. જોકે હવે વનરાજે ધીમે ધીમે પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. અનુપમાએ સમરને નંદિની સાથેના સંબંધને સમાપ્ત ન કરવાની સલાહ આપી છે. અનુપમા પરિવારની સામે સમરને ઠપકો આપે છે. બીજી તરફ અનુજ અનુપમાથી ખૂબ નારાજ થઈ જાય છે. આ દરમિયાન સીરિયલ ‘અનુપમા’માં વધુ એક ટ્વિસ્ટ આવવાનો છે.

અનુપમા સિરિયલના આગામી એપિસોડમાં તમે જોશો, અનુપમા માલવિકા અને વનરાજને રંગે હાથે પકડશે. અનુપમા સમજી જશે કે વનરાજ માલવિકાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અનુપમા વનરાજને માલવિકાથી દૂર રહેવા ચેતવણી આપશે. આ વખતે વનરાજ અનુપમા પ્રત્યે પોતાનું વલણ બતાવશે. વનરાજ કહેશે કે અનુપમાએ માલવિકાને બદલે તેના બાળકો પર ધ્યાન આપવું જોઈએ.

અનુજ અનુપમા સાથે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવશે. આ દરમિયાન અનુજ અમુપમાને તૈયાર થતી જોશે. અનુપમાની સુંદરતા જોઈને અનુજ મંત્રમુગ્ધ થઈ જશે. અનુજ વિલંબ કર્યા વગર અનુપમાની નજર ઊતાંરી લેશે. અનુજ અનુપમાને કહેશે કે અનુપમા કેટલી સુંદર લાગી રહી છે. અનુજને ફ્લર્ટ કરતા જોઈને અનુપમા શરમાઈ જશે.

 

મકર સંક્રાંતિની ઉજવણી દરમિયાન, પાખી જાહેરાત કરશે કે તેણી યુએસ જવાની છે. વનરાજે તેને અમેરિકા જવાની પરવાનગી આપી દીધી છે. અનુપમા આ જાણીને ગુસ્સે થઈ જશે. અનુપમા વનરાજના નિર્ણય પર સવાલ ઉઠાવશે. જે બાદ અનુપમા અને વનરાજ ફરી એકવાર લડશે. વનરાજ અનુપમાને તેની માતાની ફરજ યાદ કરાવશે.

 

અનુજ અમુપમાના હાથ પર બરફ લગાવશે. આ દરમિયાન અનુજ અનુપમા સાથે ફ્લર્ટ કરશે. અનુજ પૂછશે કે શું તે અનુપમાને બાબુ શોના કહી શકે છે. અનુપમા બેખ્યાલીમાં અનુજને હા કહેશે. અનુપમાનો જવાબ સાંભળીને અનુજ ચોંકી જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer