અનુપમા શોનો નવો પ્રોમો વીડિયો રિલીઝ : ટીઆરપી માટે નિર્માતાઓએ કર્યું આવું કામ, જેનાથી ગુસ્સે થયા ચાહકો…

અનુપમા શોનો નવો પ્રોમો વીડિયો રિલીઝ થયો છે, જેના કારણે ફેન્સ મેકર્સ અને રૂપાલી ગાંગુલી પ્રત્યે ગુસ્સે થયા છે. સ્ટાર પ્લસનો ખુબજ લોકપ્રિય શો અનુપમા આજે TRP લિસ્ટમાં નંબર વન છે, તે આ દિવસોમાં અવનારા ઘણા ટ્વિસ્ટનો સાક્ષી છે. જ્યારે અનુપમાએ “શાહ હાઉસ” માં ક્યારેય પગ નહીં મૂકવાની પ્રતિજ્ઞા લીધી છે, ત્યારે તાજેતરમાં સિરિયલનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. અનુપમાના આ નવા પ્રોમોને ચાહકો તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. જાણવા મળ્યા અનુસાર બે દિવસ પહેલા એવી પણ અફવા હતી કે શોમાં અનુજ નું પાત્ર ભજવનાર ગૌરવ ખન્ના અનુપમા શો માંથી તેનું પત્તું કટ થવા જઈ રહ્યું છે. પરંતુ આવુ થતું જોવા નહિ મળે. શોના પ્રોમોને જોઈને લાગે છે કે અનુજ કાપડિયા નો અકસ્માત થશે, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ જશેસ્વ.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


આવી પરીસ્થિતિ માં અનુપમાએ તેના સમગ્ર પરિવારની જવાબદારી એકલા હાથે સંભાળવી પડશે. શોનો નવો પ્રોમો જોઈને ચાહકો ખૂબ જ ગુસ્સે છે, કારણ કે તાજેતરમાં અનુપમા અને અનુજના જીવનમાં થોડી ખુશીઓ આવી હતી. નાની અનુ એ શોમાં નવો પ્રાણ પૂર્યો છે. આ નવો પ્રોમો જોઈને ચાહકોને લાગે છે કે શોના મેકર્સ જાણી જોઈને આવું કરી રહ્યા છે, જેથી સિરિયલનું સંપૂર્ણ ફોકસ માત્ર અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી પર જ રહે. ચાહકોનું માનવું છે કે આ કારણે શોમાં ગૌરવ ખન્નાનો રોલ કાપવામાં આવી રહ્યો છે.

અનુપમાથી નારાજ પ્રશંસકો ટ્વિટર પર શો અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે અનુપમા અને રૂપાલીના નિર્માતાઓ પણ ગાંગુલી પર કટાક્ષ કરી રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer