દુખદ: એકસમય ના દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ રાઠોડ નું નિધન

ગુજરાતની સિનેમાના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનુ નિધન થયુ છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડની આકસ્મિક વિદાયથી તેમના ચાહક વર્ગમા શોકનુ મોજુ ફરી વળ્યું છે. જેમ હિન્દી ફિલ્મોમાં પ્રાણના નામનો સિક્કો ચાલતો, તેમ ગુજરાતી ફિલ્મોના વિલનના રોલમાં અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો.

આ ગુજરાતી કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી નામાંકીત ફિલ્મથી બ્રેક મળ્યો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં પણ કામ કર્યુ છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમા પણ કામ કર્યુ છે. જેવી કેજ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નગારા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે વગેરે.

અરવિંદ રાઠોડની સહકર્મી અને દસ ફિલ્મોમા સાથે કામ કરનાર અભિનેત્રી ભાવિની જાનીએ તેમના વિશે કહ્યુ કે, અમે 10 ફિલ્મો સાથે કરી હતી. તેઓ બહુ જ ઉત્મ કલાકાર હતા. તેઓ અન્ય કલાકારોને હંમેશા મદદ કરતા અને આદર કરતા. તેમના નિધનથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝને ન પૂરીશકાય તેવી ખોટ પડી છે.

અભિનેતાનું હાર્ટએટેકથી નિધન થયું છે.અભિનેતા હિતુ કનોડિયાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું કે,”અરવિંદ રાઠોડ ખુબ જ મોટા ગજાના અભિનેતા હતા, એમની સાથે બાળ કલાકારોથી લઈને લિડ એક્ટર સુધી મેં તેમની સાથે કામ કર્યું છે અને હંમેશા તેની પાસેથી શિખવા મળ્યું છે.”

Leave a reply:

Your email address will not be published.

Site Footer