ગયા વર્ષે કાંતા પ્રસાદે યુટ્યુબર ગૌરવ વસન સામે છેતરપિંડીની એફઆઈઆર નોંધાવી હતી કે તેમને અને તેની પત્નીને મદદ કરવા ઉભા કરવામાં આવેલા પૈસાની ગેરઉપયોગ થયો છે.
દક્ષિણ દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં પ્રખ્યાત “બાબા કા ઢાંબા” ના માલિક કાંતા પ્રસાદને ગુરુવારે રાત્રે આપઘાતના પ્રયાસ બાદ સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે ઉમેર્યું કે તેમને ગુરુવારે મોડી રાત્રે પીસીઆર કોલ આવ્યો કે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચ્યો છે. દારૂ અને ઉંઘની ગોળીઓ પીધા બાદ તેમને બેભાન હાલતમાં લાવવામાં આવ્યા હતા.પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જાણ્યું કે તે કાંતા પ્રસાદ છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તેમની પત્નીએ પોલીસને માહિતી આપી હતી કે તેઓ છેલ્લા કેટલાક દિવસથી હતાશ હતા.
તેમની પત્નીએ એમ પણ કહ્યું હતું કે પ્રસાદને ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે જે રેસ્ટોરન્ટ ખોલ્યું હતું તે બંધ કરવું પડ્યું હતું કારણ કે તે ચલાવવાનો ખર્ચ આશરે 1 લાખ રૂપિયા હતો, જ્યારે તેની આવક માત્ર 30,000 રૂપિયા હતી.જેથી તે ફરીથી રસ્તાની બાજુના તેના જૂના સ્ટોલમાં પાછો ગયો હતો.
આ ઉપરાત તાજેતરમાં જ તેમનું જીવન બદલાવી નાખનાર youtuber ની બાબા કા ઢાબા ના માલિક પ્રસાદે માફી માંગી હતી કે એને માફ કરી દે, આ ઉપરાંત તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તેણે ગૌરવને ક્યારેય ચોર કહ્યો જ નથી.