ચાર ધામોમાંથી એક બદ્રીનાથ પણ મહત્વપૂર્ણ તીર્થ સ્થાન છે. દર વર્ષે અહિયાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા પહોંચે છે. બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના અલકનંદા નદીના કિનારે આવેલું ભાગવામ વિષ્ણુનું એક ધાર્મિક સ્થાન છે. જેમ કે તે સમુદ્ર તળથી ૩૧૩૩ મીટરની ઉંચાઈ પર આવેલ છે.
બદ્રીનાથ મંદિર નો ઈતિહાસ :
બદ્રીનાથ મંદિર વિશે અનેક પૌરાણિક કથા છે. એ કથા અનુસાર ભગવાન વિષ્ણુ અહિયાં કઠીન તપસ્યા કરતા હતા. ઊંડા ધ્યાન દરમિયાન ભગવાનને ખરાબ વાતાવરણની જાણકારી ન હતી. એની પત્ની દેવી લક્ષ્મીએ બદ્રીના ઝાડનો આકાર ગ્રહણ કરી લીધું અને ખરાબ વાતાવરણથી એને બચાવવા માટે એના પર ફેલાય ગઈ. ભગવાન વિષ્ણુ એની ભક્તિથી ખુશ થઈને એ સ્થાનનું નામ બદલીને બદ્રિકાશ્રમ રાખી દીધું હતું.
બદ્રીનાથ મંદિર ૩ ભાગોમાં વિભાજીત કર્યું છે. આ ગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ આ જગ્યાની અંદરના હિસ્સામાં વિરાજમાન છે અને જ્યાં સોનાની ચાદરથી ઢંકાયેલી છત છે. બીજા ભાગને દર્શન મંડપના નામથી ઓળખવામાં આવે છે જેમાં પૂજાનું કામ કરવામાં આવે છે. ત્રીજા ભાગને સભા મંડપ કહેવામાં આવે છે. જે એક બાહરી હોલ છે, જ્યાં ભક્ત ભગવાન બદ્રીનાથના દર્શન કરે છે. ભગવાન બદ્રીનાથના દર્શન માટે સવારે ૬:૩૦ વાગે મંદિરનો દ્વાર ખોલવામાં આવે છે.
વૈદીક ભજનોની સાથે અને ઘંટીઓના અવાજ આવવાને કારણે શાંત માહોલ બની રહે છે. મંદિરની પાસે બનેલા તપેતા કુંડમાં ડૂબકી લગાવ્યા પછી શ્રદ્ધાળુ તીર્થયાત્રી પૂજા સમારોહમા જોડાય શકે છે. મંદિરમાં સૌથી પહેલા મહાઆરતી, અભિષેક, ગીતાપીઠ અને ભાગવત માર્ગ અને સાંજે પૂજા અને ગીતા ગોવિંદ અને આરતી કરવામાં આવે છે. બદ્રીનાથના મંદિરમાં બનેલી બદ્રીનારાયણના રૂપમાં ભગવાન વિષ્ણુની કાળા પથ્થરની પ્રતિમા ૩૦૩ ફૂટ લાંબી છે. કહેવાય છે કે આ મૂર્તિને વિષ્ણુના સ્વયં-પ્રકટ મૂર્તિઓ માંથી માનવામાં આવે છે. ભગવાન બદ્રીનાથની યાત્રા દર વર્ષે એપ્રિલમાં શરૂઆત થાય છે.