ભગવાન શિવનો એવો ભક્ત જે શિવ માટે કરતો હતો લુંટ, અને પછી કહેવાયો લુંટારો, જાણો વિસ્તારમાં….

એક લુતારની શિવ ભક્તિ: મેસુરથી લગભગ ૧૬ કિલોમીટર, નાન્જનકુડ ના નામથી પ્રસિદ્ધ જગ્યાની બહારની સીમા પર એક શિવ ભક્ત રહે છે. તેનું નામ મલ્લા હતું. તે કોઈ પણ પ્રકારની ધાર્મિક પરંપરાથી જોડાયેલ ના હતો અને નાતો એ પૂજા પાઠ ના નિયમો જાણતો હતો.

પરંતુ બાળપણથી જ તે જયારે પણ આખો બંધ કરે ત્યારે તેને ભગવાન શીવ દેખાતા હતા. મલ્લા ને શિવની સેવા અને બીજું કઈ પણ ખબર ના હતી અને એ જંગલમાં મોટો થયો હતો અને તેને કોઈ ખાસ કારોબાર કે કોઈ અન્ય કળા જાણતો ના હતો.

કોઈને રોકી લેવા અને તેની પાસેથી જરૂરિયાતની વસ્તુઓ છીનવી લેવી તેને એ બધું ખરાબ કે ખોટું ના લાગતું.  અને એ આવુજ કાર્ય કરતા અને એક લુટારા તરીકે ઓળખવા લાગ્યા. પછી બે યોગી જે ભાઈ હતા એ ત્યાં આવ્યા અને તેને આ આદમીને જોઇને કહ્યું તમે પણ એક ભક્ત છો

અને તમે જે કાર્ય કરી રહય છો તેનાથી લોકોને તકલીફ થાય છે. મલ્લાની મહાસમાધિ:- જંગલના એ રસ્તા જ્યાં લોકો આવતા જતા હતા એ નિયમિત ત્યાંથી લુટ કરતા અને એ માર્ગ ‘કલ્લનમૂલઈ’ ના નામથી ઓળખવા લાગ્યો.

જેનો અર્થ થાય છે ચોરોનો અડ્ડો. પહેલા તો લોકો તેને ખરાબ દ્રષ્ટિથી જોતા પરંતુ શિવરાત્રીના દિવસે તેને ચોરેલો બધોજ માલ મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવવામાં વાપરી નાખ્યો. અને તેને લોકો માટે ખુબજ મોટો ભોજન સમારંભ પણ યોજ્યો.

તો કેટલાક વર્ષો પછી લોકોએ તેને મહાન ભક્ત માન્યો. અને લોકો તેને સામેથી જ દાન આપવા લાગ્યા. અને જે લોકો કઈ જ નાં આપતા તેની સાથે લુટ માર કરવામાં તે કઈ જ ખોટું ના સમજતા. પછી બે યોગી જે ભાઈ હતા,

ત્યાં આવ્યા અને તેને આ વ્યક્તિને કહ્યું તમે જે કરી રહ્યા છો તેનાથી લોકોને નુકશાન થાય છે. તેણે જવાબ આપ્યો હું આ બધું શિવજી માટે કરી રહ્યો છુ. તો આમાં ખોટું શું છે? ત્યારે એ યોગીએ મલ્લા ને સમજાવ્યું. યોગીઓ સાથે બેસ્યા પછી અને લુંટમાર છોડ્યાના દોઢ વરસ પછી મલ્લા ને મહાસમાધિ પ્રાપ્ત થઇ

આ રીતે તેને મુક્ત કરાવ્યા પછી એ યોગીઓ એ ત્યાજ બેસીને પોતાનો દેહ ત્યાગ પણ કર્યો હતો. હાલમાં ત્યાં આ લોકો માટે એક સુંદર ધાર્મિક સ્થાન પણ બનાવામાં આવેલ છે. કાબિની નદીના કિનારે આ સ્થાન નું નામ આજે પણ મલ્લનમૂલઈ જ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer