વડોદરામાં ભાઈચારાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મોટાભાઈને કોરોના ની સારવાર દરમિયાન મદદની જરૂર પડતા નાના ભાયે તાત્કાલિક મદદ કરી અને તેનો જીવ બચાવ્યો. પાલનપુરના વેપારી અને પોતાના મોટાભાઈને કોરોના થતાં તેમની હાલત ખુબ જ ગંભીર થઈ ગઈ હતી.
ડોક્ટરોએ તેઓ પોતાના અંતિમ શ્વાસ લઇ રહ્યા છે તેમ કહી દીધું હતું. પરંતુ જેવી આ બાબતે જાણ તેને નાના ભાઈને થઈ ત્યારે તેણે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર તુરંત જ દેશમાં આવેલી મોટી મોટી હોસ્પીટલોમાં તેના ભાઈની સારવાર કરાવવા માટે તપાસ શરૂ કરી દીધી હતી.
રાજેશભાઈ પૂજારાના નામના વેપારીને કોરાનાનું ઇનફેક્શન વધુ પ્રમાણમાં થયું હતું અને સમગ્ર ફેફસામાં ફેલાઈ ગયું હતું. ડોક્ટરોના મત પ્રમાણે તેમનું ખૂબ જ મુશ્કેલ હતું. જ્યારે આ બાબતની જાણ તેમના નાનાભાઈ ધીરજની થઈ કે તેણે તરત જ ચેન્નાઇની હોસ્પિટલ માં તેમના મોટાભાઈ ધીરજભાઈ માટે બેડ શોધી કાઢ્યો.
બેડ ની સમસ્યા ઉકેલાઈ જતાં તેમને કેમ પહોંચાડવા તે એક મોટી સમસ્યા હતી . પરંતુ ધીરજભાઈ તાત્કાલિક ચાર્ટડ એમ્બ્યુલન્સ ને અમદાવાદ એરપોર્ટ પર બોલાવી લીધુ.
ધીરજભાઈ એ કહ્યું હતું કે તેઓ પોતાના મોટાભાઈનો જીવ બચાવવા માટે ગમે તે હદે જવા તૈયાર હતા. ગમે તેટલું નાણાંનો ખર્ચ થાય તો પણ તે પોતે ભોગવવા તૈયાર હતા.
અમદાવાદમાં ફ્લાઇટ હાજર ન હોવાથી તેને દિલ્હીથી એમ્બ્યુલસ મંગાવી લીધી હતી.જેમાં એર એમ્બ્યુલન્સમાં ત્રણ મેડિકલ સ્ટાફ સાથે જવા માટે ધીરજભાઈએ 21 લાખ રુપિયાની ચુકવણી કરી હતી. અંતે રાજેશભાઈને ચૈનાઈની ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.જોકે વહેલી સારવાર મળી જવાથી તેમનો જીવ બચી ગયો હતો.