ભાઈના લગ્નમાં ખૂબ નાચી શ્રદ્ધા કપૂર, અનિલ કપૂરે પણ આ ખૂબસુંદર એક્ટ્રેસની સાથે લગાવ્યા ઠુમકા

માલદીવ ના લગ્નમાં જામીને નાચ્યા અનિલ કપૂર પદ્મિની કોલ્હાપુરે સાથે લગાવ્યા ઠુમકા તસવીરો થઈ હતી વાયરલ. હાલમાં જ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ના કઝિન અને પદ્મિની કોલ્હાપુર ના દિકરા પ્રિયાંક શર્મા તેમજ શાજા મોરાની ના લગ્નની તસવીરો વાયરલ થયેલ છે. ભારતથી દૂર આ લગ્ન માલદીવમાં ખુબ સુંદર લોકેશન પર થયા હતા. દુલ્હા દુલ્હન ની તસ્વીરો ને પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કરવામાં આવી હતી. અને આ લગ્નમાં શ્રદ્ધા કપૂર પણ ખૂબ લાઈમલાઈટમાં રહી હતી.

તમને જણાવી દઈએ કે પ્રિયાંક શર્મા અને શાજા મોરની પાછળના દસ વર્ષોથી એકબીજાને ઓળખે છે. બંને દસ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ફેબ્રુઆરીમાં કપલે કોર્ટ મેરેજ કર્યા હતા તેમજ હાલમાં જ બંનેએ વિધિ-વિધાનથી લગ્ન કર્યા. માલદીવમાં થયેલ આ લગ્ન હિંદુ અને ખ્રિસ્તી બે રીતરિવાજો થી સંપન્ન થયા હતા.

પ્રિયાંક પોતાના લગ્નમાં ઘણા મોકા પર નાચતા જોવા મળ્યા હતા. તેમજ શ્રદ્ધા કપૂરે પણ આ લગ્નમાં ખૂબ એન્જોય કર્યું હતું. દીકરાના લગ્નમાં પદ્મિની કોલ્હાપુરે અને બોલિવૂડ ના અભિનેતા અનિલ કપૂરે પણ ખૂબ ડાન્સ કર્યો હતો. જણાવી દઈએ કે આ લગ્નમાં અભિનેતા જેકી શ્રોફે પણ ભાગ લીધો હતો બોલિવૂડના બંને કપલે એક નવા કપલની સાથે તસવીર પણ ક્લીક કરાવી હતી.

કેટલાક દિવસો પહેલા સોશિયલ મીડિયા પર પ્રિયાંક શર્મા અને શાજા મોરની ની હલ્દી સેરેમનીની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર પાછળના કેટલાક દિવસોથી માલદીવમાં મોજુદ હતી. ભાઈના લગ્ન દરમિયાન તેમણે ખૂબ એન્જોય કર્યો. ક્યારેક તે પાઘડી પહેરીને નાચતી દેખાય, તો ક્યારેક છત્રીની સાથે તેમણે ડાન્સ કર્યો.

લગ્નના દરેક ફંકશનમાં શ્રદ્ધા કપૂરે પોતાના લુકથી ફેન્સ નું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. તેમજ જાન ના દિવસે પણ શ્રદ્ધા ખુબ સુંદર નજર આવી રહી હતી. ભાઈના લગ્નમાં તેમણે ઓસન બ્લુ અને લાઈટ પિંક કલર ની હેવી ચોલી પહેરી હતી. પોતાને નવી-નવેલી ભાભી શાજા મોરાની ની સાથે પણ શ્રદ્ધા એ ખૂબ ડાન્સ કર્યો હતો. પ્રિયાંક શર્મા એ પણ પોતાના લગ્ન દરમિયાન એન્જોય કર્યું હતું. એક તો હસમુખ સ્વભાવના પ્રિયાંક અને બીજી બાજુ તેમનો શાનદાર ડાન્સ તેમના લગ્નને વધારે ખાસ બનાવી રહ્યા હતા.

લગ્નમાં શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ નજર ન આવ્યા હતા. પરંતુ શ્રદ્ધા કપૂરની માં શિવાંગી કપૂર અને તેમના ભાઈ સિદ્ધાંત કપૂર એ લગ્ન માં જરુરથી ભાગ લીધો હતો. શ્રદ્ધા એમાં શિવાંગી માસી પદ્મિની કોલ્હાપુરે અને ભાઈ સિદ્ધાંત ની સાથે પણ તસવીરો ક્લિક કરાવી હતી. તમને જણાવી દઈએ કે પદ્મિની કોલ્હાપુરે અને શક્તિ કપૂર ની પત્ની શિવાંગી કપૂર સબંધ માં બહેન થાય છે. પદ્મિની કોલ્હાપુરે બોલિવૂડની ઘણી શાનદાર ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer