ભારતના અમુક એવા મંદિર જ્યાં પુરુષોને પ્રવેશ આપવામાં નથી આવતો.

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે અનેક મંદિરો ની અંદર મહિલાઓને મનાઇ હોય છે. આવી જ માન્યતા ધરાવતું એક મંદિર છે સબરીમાલા. આ મંદિરની અંદર મહિલાઓને આવવા ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને આ વિવાદ એટલો વધી ગયો હતો કે તેના માટે મહિલાઓએ કોર્ટ ની અંદર કેસ પણ કર્યો હતો.ભારત દેશની અંદર એવા અનેક મંદિરો આવેલા છે કે જે મહિલાઓ ની એન્ટ્રી ને અશુભ માનવામાં આવે છે. અને આ મંદિરોની અંદર આવી પરંપરાઓ સદીઓથી ચાલી આવી છે. આ ઉપરાંત ભારત દેશની અંદર અનેક મંદિરો એવા પણ આવેલા છે કે જેની અંદર પુરુષોને જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ભારતની અંદર એક બે નહીં પરંતુ 5 એવા મંદિરો છે કે જ્યાં પુરુષોને આવવાની છે સખત મનાઈ. તો ચાલો જાણીએ આ મંદિરો વિશે.

અટ્ટુકલ મંદિર કેરળ

કેરળના તીરૂવન્તપુરમ ની અંદર આવેલા આ મંદિરમાં ભદ્રકાળી ની પૂજા કરવામાં આવે છે આ મંદિરમાં પોંગલ ના તહેવારમાં માત્ર મહિલાઓ જ દેવીને ભોગ ચઢાવી શકે છે. આ મંદિરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર પણ નોંધવામાં આવ્યું છે. જેમાં એક સાથે આ મંદિરમાં 35 લાખ મહિલાઓ માતાને ભોગ ધરાવે છે. આ મંદિરની અંદર પુરુષોને આવવા પર સખત મનાઈ છે.

ચક્કુલાથુકાવુ મંદિર

આ મંદિર પણ કેરળ ની અંદર આવેલું છે અને આ મંદિરમાં પણ દર વર્ષે પોંગલ ના તહેવારમાં નારીની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં પણ પુરુષોને આવવા ઉપર સખત મનાઈ છે. આ મંદિરની અંદર દેવી માતા ની પ્રતિમાને સ્થિત કરવામાં આવી છે. અને અહીંના લોકોની એવી માન્યતા છે કે અહીં રહેલા રાક્ષસો કોઈપણ પુરુષોથી મળી શકતા નથી અને આથી જ પુરુષોને આ મંદિરમાં આવવાની મનાઈ છે.

સંતોષી માતા મંદિર : જોધપુર

રાજસ્થાનના જોધપુર ની અંદર સંતોષી માતાનું એક મંદિર આવેલું છે. જ્યાં શુક્રવારના દિવસે પુરુષોને જવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. શુક્રવારના દિવસે સંતોષી માતા ના મંદિર માં મહિલાઓ દ્વારા ખાસ પૂજા કરવામાં આવે છે અને આથી જ તે દિવસે પુરુષોને આ મંદિરમાં જવાની મનાય છે.

બ્રહ્મદેવ મંદિર પુષ્કર

સમગ્ર ભારત દેશની અંદર બ્રહ્માજીનું માત્ર એક જ મંદિર છે અને જે રાજસ્થાનના પુષ્કરમાં આવેલું છે. આ મંદિર અનેક ઐતિહાસિક કથાઓ સાથે જોડાયેલું છે અને આ મંદિરમાં પણ પુરુષોને આવવામાં સખત મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

ભગવતી દેવી મંદિર કન્યાકુમારી

તમિલનાડુના કન્યાકુમારીમાં આવેલી ભગવતી દેવીના આ મંદિરની અંદર માતા ભગવતીની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની અંદર પુરુષોને જવા ઉપર સખત મનાઈ કરવામાં આવી છે. આ મંદિરની અંદર મહિલાઓ અને માત્ર કિન્નરો જ પ્રવેશ કરી શકે છે અને માતાજીની પૂજા કરી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer