ભગવાન પશુપતિ નાથના મંદિરમાં દર્શન કરવા માત્રથી લખ ચોર્યાસી ફેરામાંથી મળી જાય છે મુક્તિ, જાણો ક્યાં આવ્યું છે આ મંદિર  

દિવ્ય શિવલિંગ નેપાળ ની રાજધાની કાઠમંડુ થી ત્રણ કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દેવપાટણ ગામ માં બાગમતી નદી ના કિનારા પર સ્થિત છે. આને યુનેસ્કો એ એમની યાદીમાં શામિલ કરી છે. ભગવાન શિવ ની મહા શિવલીંગો માં આનું સ્થાન છે.

ભારત થી ખુબ ઘણા શિવ ભક્ત અહિયાં દર્શન કરવા આવે છે. કેવી રીતે થઇ શિવલિંગ ની સ્થાપના ધર્મગ્રંથો અનુસાર એક વાર ભગવાન શિવ એ ચિંકારે નું રૂપ ધર ની ઊંડી ઊંઘ માં સુઈ ગયા હતા. દેવી દેવતાઓ એ જયારે એની શોધ કરી તો એને નેપાળ ના આ ભાગ માં મળી હતી.

ભગવાન શિવ ને ફરીથી કાશી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પર એને ચિંકારે એ નદી ની બીજી બાજુ છલાંગ લગાવી દીધી. આવું કરવાથી એના શીંગ ચાર ટુકડા માં તૂડી ગયા અને આ ચતુર્મુખી શિવલિંગ ની સ્થાપના થઇ જે પશુપતિનાથના નામ થી એમના ભક્તો માં પ્રખ્યાત થઇ.

પશુપતિનાથ લિંગ રૂપ : આ શિવલિંગ ચતુર્મુખી અને એક મીટર ઉંચા કાળા ચમકીલા પત્થર થી બનેલી જણાવવામાં આવે છે. જેમાં અદભુત ધાતુઓ પણ સમાયેલી છે. ચારેય મુખ ચારેય વેદો પ્રતિક માનવામાં આવે છે. આમાં ચારેય દિશાઓ માં ચાર શીશ છે. ઉપરના ભાગમાં પાંચમું શીશ છે.

દરેક છબી ના ડાબા હાથમાં રુદ્રાક્ષ ની માળા અને જમણા માં કમંડળ છે. બધા મોઢા નું નામ અને ગુણ છે. ઉપર નું મોઢું ઇશાન મુખ, પશ્ચિમી મુખ ને સદ્યોજાત, દક્ષીણ વાળા ને અઘોર મુખ, ઉત્તર દિશા ના મુખ ને અર્ઘનારીશ્વર અને પૂર્વ દિશા ના મુખ ને તત્પુરુષ મુખ ઓળખવામાં આવે છે.

નેપાળ રાજાઓ ના મુખ્ય દેવતા : ભગવાન પશુપતિનાથ ને નેપાળ ના રાજાઓ ના મુખ્ય દેવતા માનવામાં આવે છે. સૌથી પહેલા રાજ પરિવાર જ એની પૂજા કરે છે. મંદિર માં બિન હિંદુઓ ને મંજુરી નથી.

મંદિર દર્શન  ની માન્યતા : પશુપતિનાથ મંદિર ના સંબંધ માં આ માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ સ્થાન ના દર્શન કરે છે એને કોઈ પણ જન્મ માં ક્યારેય પશુ યોની પ્રાપ્ત નથી થતી. હકીકતમાં શરત એ છે કે પહેલા શિવલિંગ ની પહેલા નંદી ના દર્શન ન કરો.

જો તે એવું કરે છે તો પછી એને આગળના જન્મ માં એને પશુ બનવું પડે છે. મંદિર ની મહિમા વિશે આસપાસ ના લોકોથી તમે ઘણી કહાનીઓ પણ સાંભળી શકો છો. મંદિર માં જો કોઈ કલાક અડધો કલાક ધ્યાન કરે છે તો તે જીવ ઘણા પ્રકારની સમસ્યાઓ થી મુક્ત પણ થઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer