હિમાચલ પ્રદેશ ભારત દેશનું એક એવું રાજ્ય છે જેની અંદર અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. અને આથી જ તેને દેવભૂમિ નો દરજ્જો આપવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ ની અંદર અનેક દેવી-દેવતાઓ ના મંદિરો આવેલા છે જેને પોતાના અનેક ધાર્મિક મહત્વ છે.
હિમાચલ પ્રદેશના કિન્નર જીલ્લાની અંદર તિબેટીયન સીમા ની પાસે છ હજાર મીટર ઊંચો એક પર્વત આવેલો છે. જેને કિન્નર કૈલાશ પર્વત ના નામથી ઓળખવામાં આવે છે. આ પર્વતની વિશેષતા એ છે કે તેની ટોચ ઉપર એક પ્રાકૃતિક શિવલિંગ આવેલી છે. સામાન્ય લોકો માટે આ જગ્યા ઉપર દર વર્ષે હજારો શિવ ભક્તો ભગવાન શિવના આ અનોખા દર્શન કરવા માટે જાય છે.
અહીં એક એવી માન્યતા છે કે, કોઈપણ ભક્ત સાચા દિલથી ભગવાન શિવની આ શિવલિંગ ની પરિક્રમા કરે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. સાથે સાથે આ જગ્યાની એક એવી માન્યતા પણ છે કે આ જગ્યા માત્ર હિન્દુ માટે જ નહીં પરંતુ બૌદ્ધ ધર્મના લોકો માટે પણ પવિત્ર જગ્યા માનવામાં આવે છે. સામાન્ય રીતે હિમાલયની અંદર આવેલા આ શિવલિંગના દર્શન કરવા માટે લોકોને અનેક કપરા માર્ગોમાંથી ગુજરવું પડે છે. આમ છતાં ભક્તો ભગવાન શિવના આ અનોખા દર્શન કરવા માટે પહોંચે છે.
શ્રાવણ મહિનાની અંદર કિન્નર કૈલાસની પરિક્રમા નો વિશેષ મહત્વ રહેલું છે. અને આ સમય દરમિયાન હજારો ભક્તો ભગવાન શંકરના આ પવિત્ર સ્થળ ઉપર આવી ભગવાન શંકરની પરિક્રમા કરે છે. આ જગ્યા ઉપર એક એવી માન્યતા છે કે કિન્નોર જિલ્લાના નિવાસીઓને કિન્નર કહેવામાં આવે છે.
આ સ્થાન સાથે અન્ય અનેક માન્યતાઓ જોડાયેલી છે. અને એવું કહેવામાં આવે છે કે અહીં ભગવાન શંકર અને અર્જુનનું યુદ્ધ થયું હતું. જેમાં અર્જુન અને પશુ પાત અસ્ત્રની પ્રાપ્તિ થઈ હતી. આ ઉપરાંત પાંડવોને જયારે વનવાસ મળ્યો હતો ત્યારે પાંડવોએ આ જગ્યા ઉપર ઘણો લાંબો સમય સુધી વાસ કર્યો. આમ આ જગ્યાઓ સાથે અનેક ધાર્મિક કહાનીઓ પણ જોડાયેલી છે અને હજારો ભક્તો દર વર્ષે ભગવાન શંકરના આ અલૌકિક દર્શન કરવા માટે અહીં પધારે છે.