રામાયણની વાર્તા બધાજ જાણે છે. આ વાર્તાના બધા પાત્રો લોકોને પ્રભાવિત કરે છે. રામાયણ કાવ્યની રચના મહર્ષિ વાલ્મીકી એ કરી હતી. આ વાર્તામાં રામના જન્મથી લઈને તેનું ભણતર, લગ્ન, વનવાસ, યુદ્ધ, રાવણનો અંત, અને સીતાનો પરિત્યાગ બધાનો જ સમાવેશ થાય છે. ટીવી સીરીઅલ અને ફિલ્મોના માધ્યમથી આપણે આ બધા પાત્રોને ખુબજ નજીકથી જાણીએ છીએ. આપણને બધાનો ઉલ્લેખ ખુબજ બારીકાઇથી જોવા મળે છે. ખુબજ ઓછા લોકો આ વાત વિશે જાણે છે કે દશરથના ફક્ત ચાર પુત્ર જ નહિ પણ એક પુત્રી પણ હતી અને શ્રીરામની બહેનનો રામાયણમાં કોઈ ઉલ્લેખ નથી થયો.
શ્રી રામની મોટી બહેન હતી શાંતા :
એ તો બધા જાણે છે કે રાજા દશરથની ત્રણ પત્નીઓ હતી કૌશલ્યા, સુમિત્રા, અને કૈકયી. આ ત્રણ રાણીઓથી રાજાને કોઈ સંતાન થઇ રહ્યા ના હતા. ત્યાર બાદ જયારે તેમને સંતાન પ્રાપ્તિ થઇ તો કૌશલ્યાએ રામની સાથે એક પુત્રીને પણ જન્મ આપ્યો ત્યાર બાદ સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુધ્નને અને કૈકયીએ ભરત ને જન્મ આપ્યો. શ્રી રામની સાથે એક પુત્રીનો જન્મ થયો હતો તેનું નામ હતું શાંતા.
રામાયણ અનુસાર શાંતા ખુબ જ પ્યારી અને સુંદર હતી. એક વાર રાજા દશરથની પત્ની કૌશલ્યાની બહેન રાણી વર્ષીણી તેમના પતિ રોમપદની સાથે તેના રાજમહેલમાં પધાર્યા. રોમપદ અંગદેશના રાજા હતા. રાણીને કોઈ વાતની તકલીફ નહી હતી સિવાય એક વાત કે તેને કોઈ સંતાન ના હતું. એક રાજા માટે તેની પ્રજા તો તેની સંતાન હોય છે. પણ એક પત્નીને એક સંતાનની જરૂર હોય છે. જયારે તે રાજમહેલમાં આવ્યા તો તેને શાંતાને રમતી જોઈ.
માસી એ લીધી હતી દત્તક:
બધા વાતો કરવા લાગ્યા તો રાણી વર્ષીણી એ વાત વાતમાં તેમની બહેનને કહ્યું કે તેમની પાસે શાંતા જેવી ગુણવતી અને સુંદર દીકરી હોત તો તે કેટલા ભાગ્યશાળી હોત. તેની પીડા રાજા દશરથ અને કૌશલ્યાથીના જોવાઈ. તેને પોતાની દીકરી શાંતાને રાણી વર્ષીણીને સોપી દીધી. દીકરી માતા પાસે રહે કે માસી પાસે કોઈ ફર્ક નથી પડતો. શાંતાને પુત્રીના રૂપમાં પામીને રાજા અને રાણી ગદગદ થઇ ગયા. તેમને રાજા દશરથ અને કૌશલ્યાનો આભાર માન્યો.
શાંતા તેના નવા ઘરમાં ગઈ ત્યારે તેની સંભાળ વધી ગઈ. ઘણા સમય પછી સંતાન સુખ પામીને રાજા રોમપદ અને રાણી વર્ષીણી હમેશા ખુશ રહેતા તે તેની દીકરીના મોહમાં એટલા અંધ થઇ ગયા કે તેને કોઈ વાતની ખબરના રહી એક વાર એક બ્રાહ્મણ તેના દ્વાર પર ભિક્ષા લેવા આવ્યા પણ રાજા રાણી પુત્રીની વાતોમાં ગુમ હતા તેમને બ્રાહ્મણની વાતો પર ધ્યાનના આપ્યું બ્રાહ્મણ નિરાશ થઈને ખાલી હાથે જતા રહ્યા. તે બ્રાહ્મણ ઈન્દ્રદેવના ભક્ત હતા અને પોતાના ભક્તને નારાજ જોઈ ઈન્દ્રદેવ ક્રોધિત થઇ ગયા.
ઋષિ સાથે થયા લગ્ન :
ઇન્દ્રદેવે વરુણ દેવને આદેશ આપ્યો કે અંગદેશમાં વરસાદ બંધ કરી દેવામાં આવે. તેથી વરુણદેવે એવું જ કર્યું. ત્યાર બાદ અંગદેશમાં વરસાદ ના થયો અને ચારે બાજુ કોહરામ થઇ ગયો. રાજા રોમપદ ઋષિ ઋગ પાસે ગયા અને સમસ્યાનું સમાધાન માગ્યું. ઋષીએ તેમને યજ્ઞ હવન કરવાનું કહ્યું ત્યાર બાદ ઈન્દ્રદેવ પ્રસન્ન થયા અને વરસાદ વરસાવ્યો. રાજા રોમપદ ઋષિ ઋગથી પ્રસન થઇ ગયા અને શાંતાના લગ્ન તેમની જોડે કરાવી દીધા.