કાશી વિશ્વનાથ મંદિર, વિશ્વેશ્વર મહાદેવ વારાણસી

કાશી વિશ્વનાથ મંદિર જેને વિશ્વેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જે બાર જ્યોતિર્લીંગ માંથી એક છે. આ મંદિર પ્રાચીન કાળ થી વારાણસીમાં સ્થિત છે. કાશી ને મોક્ષ ધામ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ નગરી શિવજીના ત્રિશુલ પર વિરાજમાન છે. આ ધામ હિંદુ ધર્મમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જયારે પણ સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે ફક્ત આ એક નગરી જ એવી છે જે અમર રહે છે. શિવ સ્વયં આ નગરીને પોતાના ત્રિશુલ પર વિરાજમાન કરી લે છે.

ભગવાન વિષ્ણુ અને બ્રહ્માનું આ નગરી સાથે લગાવ:

કહેવાય છે સૃષ્ટિ સ્થળી માટે ભગવાન વિષ્ણુ એ અહીંથી જ ઘોર તપસ્યા કરી હતી. એ જ સ્થાન પર તેમના સુવા થી નાભી કમળ થી બ્રહ્મા ઉત્પન્ન થયા જેમણે શિવના આદેશ પર સૃષ્ટિની રચના કરી હતી. મહારાણી અહલ્યા બાઈ એ વર્તમાન મંદિર ૧૭૮૦ માં નિર્માણ કરાવ્યું હતું. પછી મહારાજા રણજીત સિંહ દ્વારા ૧૮૫૩ માં ૧ ટન શુદ્ધ સોના દ્વારા આ મંદિરને મઢવામાં આવ્યું હતું. આ મંદિરમાં ઘણા બધા મહાસંતો ના આગમન થયા જેમાં તુલસીદાસજી, આદિ શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, દયાનંદ સરસ્વતી વગેરે હતા.

કાશી નગરી નો મહિમા : દરેક તીર્થો નો સાર છે કાશી, મોક્ષ દાયિની આ ભૂમિ ગંગા હોવાથી ખુબજ પાવન છે. અહી રહીને પ્રાણ ત્યાગનાર ને શીધી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મત્સ્ય પુરાણ નું માનવું છે કે કાશી જીવન મૃત્યુ ના ચક્કર ને ખત્મ કરનારી યુક્તિ છે. જ્યાં પાંચ મુખ્ય તીર્થ સ્થળ છે. જે આ મુજબ છે- ૧. દશાશ્વેમઘ, ૨. લોલાર્કકુંડ, ૩. બિંદુ માધવ, ૪. કેશવ અને ૫. મણીકર્ણિકા. આ દરેક સંમિલિત થઈને અવિમુક્ત ક્ષેત્ર કહેવાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer