ઘરમાં સુખ સમૃદ્ધિ માટે માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી ધન અને સંપન્નતા ની દેવી છે. તો પ્રભુ વિષ્ણુ જગતના પાલનહાર છે. બંનેની આ જોડી ધરતી પર લોકોના જીવનમાં સંતુલન બનાવી રાખવાનું કાર્ય કરે છે. પરંતુ શું તમે જાણો છો? કે એક સમય એવો પણ આવ્યો હતો જયારે માં લક્ષ્મી ના કારણે ભગવાન વિષ્ણુની આખો માં આંસુ આવ્યા હતા.
ચાલો જાણીએ તેની પાછળનું કારણ:-
પૌરાણિક કથા અનુસાર એક વાર ભગવાન વિષ્ણુએ પોતાના ધામ થી નીકળી ધરતી લોક પર જવાનો વિચાર કર્યો. અને જયારે તેમણે જવાની તૈયારી ચાલુ કરી ત્યારે લક્ષ્મીજી એ પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છો. ભગવાન વિષ્ણુએ તેને જણાવ્યું કે તેઓ ધરતી લોક ફરવા જઈ રહ્યા છે. આ સાંભળી માતા લક્ષ્મીએ તેને પણ સાથે લઇ જવા માટે કહ્યું તો ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે તમે મારી સાથે આવી તો શકો છો પણ આવવા માટે એક શરત છે. કે તમે ધરતી પર ઉતરીને ઉત્તર દિશા તરફ નહિ જોઈ શકો.
માતા લક્ષ્મી એ શરત માની લીધી અને જેવા માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ધરતી પર ગયા તો સૂર્યદેવ હજી ઉદય જ થયા હતા. અને રાત્રે થયેલ વરસાદ ના કારણે આસપાસ ફેલાયેલી હરિયાળી ના લીધે ધરતી ખુબજ સુંદર લાગી રહી હતી. અને તેથી એ ભૂલી ગયા કે તેણે ભગવાન વિષ્ણુ ને વચન આપ્યું હતું. અને તે ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યા જ્યાં એક સુબદાર બગીછો હતો એ તરફ ચાલ્યા ગયા અને માં લક્ષ્મીને ફૂલો ની ભીની ભીની ખુશ્બુ આવી રહી હતી. અને ત્યાંથી માં લક્ષ્મી કઈ પણ વિચાર્યા વિના એક ફૂલ પણ તોડી લાવ્યા. અને જયારે તે એ ફૂલ તોડીને પરત આવ્યા તો ભગવાન વિષ્ણુ ની આખો માં આંસુ હતા. અને માં લક્ષ્મી ના હાથમાં ફૂલ જોઈ ભગવાન વિષ્ણુ બોલ્યા કોઈને પૂછ્યા વગર બીઈજાની વસ્તુ ના તોડી લેવી જોઈએ. અને અન્ય ની વસ્તુ ને પૂછ્યા વિના હાથ પણ ના અડાડવો જોઈએ. અને તેની સાથે ભગવાન વિષ્ણુ એ માતા લક્ષ્મી ને તેમનું વચન પણ યાદ કરાવ્યું જે એ ભૂલી ગયા હતા.