ભૂલથી પણ ઘરમાં આ તસ્વીરો ન લગાડવી જોઈએ, વેઠવી પડી શકે છે મુશ્કેલીઓ

વાસ્તુ આપણા જીવનમાં ખૂબ મહત્વનું છે. આપણે જે ઘરમાં રહીએ છીએ, જો બધી વસ્તુઓ વાસ્તુ પ્રમાણે જીવે, તો આપણે આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આપણે આપણા ઘરની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના શિલ્પો અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીએ છીએ. તે ચિત્રો અને મૂર્તિઓ મૂકતા પહેલા, આપણે વાસ્તુ અનુસાર તે વસ્તુઓની નકારાત્મક અને સકારાત્મક અસરો વિશે વિચારવું જોઈએ. આપણે જે કંઈપણ વસ્તુઓ આપણા ઘરમાં મૂકીએ છીએ તેનાથી આપણા જીવન પર શુભ અને અશુભ બંને અસર પડે છે, તેથી જ્યારે પણ વાસ્તુ મુજબ ઘરમાં મૂર્તિઓ અથવા ચિત્રો લગાવવામાં આવે ત્યારે તેની અસર ધ્યાનમાં રાખો.

વાસ્તુ મુજબ ઘરમાં કેટલીક વસ્તુઓ શુભતા લાવે છે તો કેટલીક નકારાત્મક ઉર્જા લાવે છે. જો તમામ પ્રયત્નો કરવા છતાં ઘરમાંથી કંકાસ દૂર ના થતો હોય, તમે દેવામાં ડૂબેલા રહેતા હોવ તો ઘરમાં મુકેલી વસ્તુઓ પર નજર ફેરવો. યાદ રાખો ઘરમાં પડેલી કેટલીક નકામી વસ્તુઓને લીધે અશુભ અસરોનો સામનો કરવો પડે છે. આજે આવી 10 વસ્તુઓ વિશે વાત કરીશુ જેને ભૂલથી પણ ઘરમાં ના રાખવી જોઈએ છે.

વાસ્તુ કહે છે કે શંખ અને રથ એકસાથે હોય તેવો ફોટો ઘરમાં ના રાખવો જોઈએ. કારણ કે રથ સાથે શંખ યુદ્ધનું પ્રતીક ગણાય છે. ભગવાન કૃષ્ણનો રથ પર શંખ સાથેનો ફોટો પણ યુદ્ધનો સંકેત આપે છે. તેથી આવા ફોટો લગાવવાનું ટાળો. ઘરમાં મહાભારતના જ નહીં પણ એની સાથે જોડાયેલા કોઈપણ ફોટા રાખવાનું અશુભ મનાય છે. માન્યતા છે કે મહાભારતનો ફોટો ઘરમાં લગાવવાથી કંકાસ ઉત્પન્ન થાય છે. એની પાછળનો તર્ક એ છે કે મહાભારતના યુદ્ધ માટે પારિવારીક કંકાસ જવાબદાર હતો.

ઘરની દિવાલો પર ભૂલથી પણ હિંસક કે જંગલી પ્રાણીના ફોટા ના લગાવવા. તેમાંય ગુસ્સામાં મો ખુલ્લું હોય તેવાં પ્રાણીનો ફોટો ના લગાવવો. ગર્જના કરતાં કે હુમલો કરતાં પ્રાણીના ફોટો પણ ના લગાવવા. ખુરશી સત્તા અને સમ્માનનું પ્રતીક છે. તેથી જ તો તમને સત્તા અને સમ્માનની સહેજ પણ ચિંતા હોય તો ઘરમાં તૂટેલી ખુરશી ના રાખશો. કાં તો એને રિપેર કરાવી લો અથવા તો એને ઘરમાંથી કાઢી નાંખો.

ઘરમાં કદી બગડેલી કે નકામી દવાઓ ના રાખવી. માન્યતા છે કે આવી દવાઓ બીમારીને આમંત્રણ આપે છે. તેથી આવી દવાઓનો તરત નિકાલ કરો.કાંટાળા છોડ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આવા ફોટો ઘરમાં ના લગાવવા. ફોટો તો ઠિક ઘરની અંદર આવા છોડ પણ ના વાવવા જોઈએ. માન્યતા છે કે આવા છોડથી ઘરના લોકોવચ્ચે મતભેદો થઇ શકે છે.

ઘરમાં ક્યારેય ભગવાનની ખંડિત મૂર્તિઓ ના રાખવી જોઈએ. ઘરમાં જૂની, ખંડિત અને પૂજામાં ના લેવાતી હોય તો એનું વિસર્જન કરી દો. આવી મૂર્તિથી મન ભટકે છે અને ઘરનું વાતાવરણ નકારાત્મક બને છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ડૂબતા જહાજ કે નાવનો ફોટો હતાશનું પ્રતીક છે. આવા પેઇન્ટિંગ કે ફોટોથી મનમાં નકારાત્મક વિચાર આવે છે અને હતાશા જન્મે છે. ઘરમાં કદી વેરાન કે સુમસાન જગ્યાના પેઇન્ટિંગ ના લગાવશો. પાનખર દેખાય તેવા પેઇન્ટિંગ કે ફોટો પણ ઘરમાં ના લગાવવા જોઈએ.

નટરાજની મૂર્તિ એટલે કે તાંડવ કરતા ભોલેનાથની મૂર્તિ. સુખ-શાંતિની કામના કરતાં લોકોએ ક્યારેય ભગવાન શિવના આ રૌદ્રરૂપની મૂર્તિ કે ફોટો ના લગાવવો જોઈએ, કારણ કે તાંડવ વિનાશકારી હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય જંગલી જાનવર ની ફોટો કે તસ્વીર લગાવી જોઈએ નહિ..

Leave a reply:

Your email address will not be published.

Site Footer