હિંદુ ધર્મ માં ગતિ અને કર્મ અનુસાર મરવા વાળા લોકો નું વિભાજન કર્યું છે, ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડા, બ્રહ્મરાક્ષસ, વેતાળ અને ક્ષેત્રપાલ. ઉપરના બધા ના ભાગ પણ હોય છે. આયુર્વેદ ની અનુસાર 18 પ્રકાર ના પ્રેત હોય છે. ભૂત સૌથી શરૂઆત નું પદ છે અથવા કહેવાય કે જયારે કોઈ નાનો વ્યક્તિ મરે છે તો સૌપ્રથમ ભૂત જ બને છે.
આ રીતે જયારે કોઈ
સ્ત્રી મારે છે તો એને અલગ નામ થી જાણવામાં આવે છે. માનવામાં આવે છે કે પ્રસુતા
સ્ત્રી અથવા નવયુવતી મારે છે ત્યારે તે ચુડેલ બની જાય છે અને જયારે કોઈ કુંવારી કન્યા
મરે છે તો એને દેવી કહે છે. જે સ્ત્રી ખરાબ કામો વાળી છે એને ચુડેલ અથવા ડાકણ કહે
છે. આ બધા ની ઉત્પતિ એમના પાપો,વિચાર, અકાળ મૃત્યુ થી અથવા શ્રાદ્ધ ન હોવાથી થાય
છે.
પુરુષોનુ ભૂત :
હિંદુ ધર્મ માં ગતિ અને કર્મ અનુસાર મરવા વાળા લોકો નું વિભાજન કરવામાં આવ્યું છે. ભૂત-પ્રેત, પિશાચ, કુષ્માંડા, બ્રહ્મરાક્ષસ, વેતાળ અને ક્ષેત્રપાલ બધાને યમ ને અધીન રહેવું પડે છે. ઉપરના બધા ના ઉપભાગ પણ હોય છે. આયુર્વેદ ની અનુસાર 18 પ્રકાર ના પ્રેત હોય છે. ભૂત સૌથી શરૂઆતી પદ છે અથવા કહેવાય કે જયારે કોઈ નાનો માણસ મરે છે તો સૌપ્રથમ ભૂત જ બને છે.
સ્ત્રીનુ ભૂત :
હકીકતમાં સ્ત્રી અને પ્રુરુષ એક શારીરિક વિભાજન
છે તથા આધ્યાત્મિક રીતે કોઈ પુરુષો અને સ્ત્રીઓ
નથી હોતા. પરંતુ જેના ચિત્ત ની દશા જેવી હોય છે એને તેવી જ યોની પ્રાપ્ત થાય છે.
જો કોઈ આત્મા સ્ત્રી બનીને રહે છે તો તે ખુદ ને અનંતકાળ સુધી સ્ત્રી જ મહેસુસ કરીને
અન્ય યોનીઓ ધારણ કરશે.
પ્રેતબાધા :
ભૂત વગેરેથી પીડિત વ્યક્તિ ની ઓળખ એના સ્વભાવ તેમજ કામ માં આવેલા બદલાવ થી કરવામાં આવે છે. અલગ-અલગ સ્વભાવ માં પરિવર્તન ની અનુસાર જાણવામાં આવે છે કે વ્યક્તિ ક્યાં ભૂત થી પીડિત છે.
પિશાચ પિડા:
પિશાચ પ્રભાવિત વ્યક્તિ હંમેશા ખરાબ કામ કરે છે, જેમ નગ્ન થઇ જવું, નાલા નું પાણી પીવું, ખરાબ ભોજન કરવું, કડવું વચન બોલવું વગેરે. તે હંમેશા ગંદો રહે છે અને એના શરીર માંથી ખરાબ વાસ આવે છે. તે એકલો રહેવા માંગે છે.એનાથી તે નબળો પડી જાય છે.
પ્રેત પીડા :
પ્રેત થી પીડિત વ્યક્તિ ચીસો પાડે છે અને આમ-તેમ ભાગતો રહે છે. તે કોઈ પણ કહેવા પર સાંભળતો નથી. તે બધા સમયે ખરાબ બોલતો રહે છે. તે ખાતો-પીતો નથી અને જોર-જોર થી શ્વાસ લેતો રહે છે.
ચુડેલ પીડા :
ચુડેલ મોટાભાગે મહિલા તરફ જોવે છે. એવી મહિલા જો શાકાહારી પણ છે તો તે માંસ ખાવા લાગી જશે. તે ઓછુ બોલે છે, પરંતુ હસતી રહે છે. એવી મહિલા ક્યારે શું કરી નાખશે? કોઈ ભરોસો નથી. આ રીતે અને બીજા પણ ઘણા પ્રકારના ભૂત હોય છે જેના અલગ અલગ લક્ષણ અને લક્ષ્ય હોય છે. ઉપરની જાણકારી શાસ્ત્રો ને આધારિત છે.