ભગવાન શિવને બીલીપત્ર અર્પિત કરતા પહેલા જાણો આ ખાસ વાતો.

બીલીપત્ર શિવજીને વિશેષ પ્રિય છે. તેને રોજ શિવલિંગ પર ચડાવું જોઈએ શિવપુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ નિયમિત રૂપથી શિવલિંગ પર ખાલી બીલીપત્ર જ ચડાવે તો તેના જીવનની બધી પરેશાનીઓ દુર થઇ શકે છે. અહી જાણો બીલીપત્રથી જોડાયેલી ખાસ વાતો… 

બીલીપત્રથી સાથે જોડાયેલી ખાસ વાતો:

૧. બિલીપત્રનો ભગવાન શિવના પૂજનમાં વિશેષ મહત્વ છે. જેનું પ્રમાણ શાસ્ત્રોમાં મળે છે. બિલ્વવાશ્ટક અને શિવ પુરણમાં તેનો ખાસ ઉલ્લેખ છે. ભગવાન શંકર અને માતા પાર્વતીને બીલીપત્ર ચડાવાનું વિશેષ મહત્વ છે.

૨. કોઈ પણ માસની અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા, પૂર્ણિમા તિથી અને સોમવારે બીલીપત્ર ના તોડવું જોઈએ. એક દિવસ પહેલા જ તોડેલા પત્તા ઉપયોગમાં લેવા જોઈએ.

૩. રવિવાર અને દ્વાદશી તિથી એક સાથે હોય ત્યારે બિલ્વવૃક્ષ ની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ પૂજાથી મહાપાપથી પણ મુક્તિ મળે છે. ધનની કમી દુર થાય છે.

૪. શિવલિંગ પર ચડાવેલા બીલીપત્રને ઘણા દિવસો સુધી ધોઈને વારે-વારે શિવજીને અર્પણ કરી શકાય છે.  

૫. ભગવાન શિવ પર અર્પિત કરવા માટે બીલીપત્ર તોડવા પહેલા નીચે લખેલા મંત્રોનુ ઉચ્ચારણ કરવું જોઈએ. ત્યાર બાદ બિલ્વવૃક્ષ ને પ્રણામ કરી બીલીપત્રને તોડવું જોઈએ.

अमृतोद्धव श्रीवृक्ष महादेवप्रिय: सदा।
गृहामि तव पत्रणि श्पिूजार्थमादरात्।।

૬. ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરો. બીલીપત્ર ૩ થી ૧૧ પાનના હોય છે. તે જેટલા વધુ પત્તાના હોય એટલા ઉત્તમ માનવામાં આવે છે. પત્તા તૂટેલા અને કાણા વાળા ના હોય તેનું ધ્યાન રાખવું. શિવજીને બીલીપત્ર અર્પિત કરતી સમયે સાથે જળની ધારા જરૂર ચડાવો. જળ વિના બીલીપત્ર અર્પિત ના કરવા જોઈએ.   

૭. ઘરમાં બિલ્વવૃક્ષ લાગવાથી પરિવારના બધા સદસ્યો ઘણા પ્રકારના પાપથી મુક્ત થાય છે. આ વૃક્ષના પ્રભાવથી બધા સદસ્યો યસસ્વી બને છે. સમાજમાં માન સમ્માન મળે છે. એવું શિવપુરાણમાં બતાવામાં આવ્યું છે.

૮. શિવપુરાણમાં બતાવામાં આવ્યું છે કે જે સ્થાન પર બિલ્વવૃક્ષ છે તે સ્થાન કાશી તીર્થ સમાન પૂજનીય અને પવિત્ર છે. એવી જગ્યાએ જવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

૯. બીલીપત્રના વૃક્ષની ઉત્પતિના સંબંધમા સ્કંદપુરાણમા કહેવાયું છે કે એકવાર દેવી પાર્વતીએ પોતાના કપાળ માંથી પરસેવો લુછીને ફેક્યો જેના થોડા ટીપા મંદાર પર્વત પર પડ્યા જેનાથી બીલીપત્રનું વૃક્ષ ઉત્પન્ન થયું આ વૃક્ષના મૂળમાં ગીરીજા, થડમાં મહેશ્વરી, શાખાઓમાં દક્ષયાયની, પત્તામાં પાર્વતી, ફૂલોમાં ગૌરી અને ફાળોમાં કાત્યાયની વાસ કરે છે.   

૧૦. બિલ્વનું વૃક્ષ ઘરના ઉતર-પશ્ચિમમાં હોય તો સુખ-શાંતિ વધે છે. અને વચ્ચે હોય તો જીવન મધુર બને છે.

૧૧. કોઈપણ દિવસે અને તિથી પર ખરીદીને લાવેલા બીલીપત્ર હમેશા જ પૂજનમા ઉપયોગમાં આવે છે.

૧૨. જેવી રીતે સફેદ સાપ, સફેદ આંખ, સફેદ ધારો, વગેરે હોય છે. તેવી જ રીતે સફેદ બીલીપત્ર પણ હોય છે. તે પ્રકૃતિની અનમોલ દેન છે. જે બીલીપત્ર ના પુરા ઝાડ પર શ્વેત પત્તા જોવા મળે છે. તેમાં લીલા પાંદડા નથી હોતા તેને ભગવાન શંકર ને અર્પિત કરવાનું વિશેષ મહત્વ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer