અનુપમા ફેમ મદાલસા શર્મા નું હોટેસ્ટ મ્યુઝિક આલ્બમ ‘બટરફ્લાય’ સામે આવ્યું, જુઓ…

સિરિયલ ‘અનુપમા’માં વિલન કાવ્યાનું પાત્ર ભજવીને ઘર-ઘર લોકપ્રિય બનેલા મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્માનું મોસ્ટ અવેટેડ મ્યુઝિક આલ્બમ ‘બટરફ્લાય’ આઉટ થઈ ગયું છે.

જેને જોઈને યુટ્યુબ પર ચાહકો ખુલ્લેઆમ પ્રેમની લ્હાણી કરી રહ્યા છે. મદાલસા શર્માનો મ્યુઝિક વીડિયો તાજેતરમાં બહાર આવ્યો છે. જેમાં તે અભિનેતા નમિત ખન્ના સાથે કેમેસ્ટ્રી જમાવતી જોવા મળી રહી છે.

ટીવી વેમ્પની આ કિલર બોલ્ડ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી રહી છે. આ ગીત સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. બટરફ્લાય સોંગ આઉટ’ ગીત વિશે વાત કરીએ તો, તે જાણીતા ગાયક દેવ નેગી અને સ્વાતિ શર્માએ ગાયું છે.

ગીતના બોલ મુરલી અગ્રવાલે લખ્યા છે. તે જ સમયે, સંગીત રાજ આશુનું છે.  તાજેતરમાં, કાવ્યા એટલે કે મદાલસાએ પણ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નમિત સાથેની કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer