કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, લોક ડાઉન પછી પ્રથમ વખત આ કાર્યક્રમો યોજવાની આપવામાં આવી મંજૂરી

ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. લોકડાઉન બાદ હવે ધીમે ધીમે અનલૉક કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે.

હવેથી ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી છે. આજે ગુજરાતમાં સીએમ રૂપાણીની હાજરી માં કેબિનેટ બેઠક મળી હતી જેમાં અગત્યની ચર્ચાઑ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસ ગુજરાતમાં ઘટી ગયા હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકડાઉનમાં તમામ વ્યવસાયોને મોટો ફટકો પડ્યો હતો. પણ હવે પ્રથમ વખત છૂટ મળતા તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય તેવી શક્યતા છે. કોરોના વાયરસની બીજી લહેર વખતે રાજ્યમાં વિવિધ પ્રકારનાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા.

જોકે કોરોના વાયરસનાં કેસ ઓગસ્ટ મહિનાથી જ ધીમે ધીમે ઘટી જતાં કોરોના વાયરસનાં પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. રાજ્યમાં હાલમાં રાત્રિનાં 11 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂ લાગુ છે. આજની કેબિનેટ બેઠકમાં અંબાજીમાં યોજાતા જગપ્રખ્યાત ભાદરવી પૂનમનાં મેળાને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૂત્રો અનુસાર મંદિર ભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવશે. લોકોની આસ્થા પણ જળવાય તેનું ધ્યાન રાખવામાં આવશે.પૂનમના મેળામાં કોરોના વાયરસ વધવાનો ભય છે ત્યારે રાજ્ય સરકાર SOP જાહેર કરી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer