આ સ્થાન પર આજે પણ વિરાજે છે સ્વયં મહાદેવ, દેશ વિદેશમાંથી પર્યટકો આવે છે દર્શન માટે

જો તમે પણ શિવ ભગવાનની પૂજા કરો છો અને તમારી ઈચ્છા પૂરી કરવા માટે શિવ ભગવાનનું વ્રત પણ કરો છો. અને આ દિવસે તમે આ દિવસે સવારથી જ મંદિરોમાં શિવભક્તોની ભીડ જોશો.

પરંતુ દોસ્તો આ લેખના માધ્યમથી અમે તમને કહેવા માંગીએ છીએ કે  કઈ ૪ જ્યોર્તિલિંગના દર્શન કરવા જોઈએ અને શિવ સ્વયં જ્યોતિ રૂપમાં વિરાજમાન છે. આપનો દેશ ધાર્મિક પરંપરાગત દેશ હોવાથી દરેક પ્રકારના તહેવારો અને તિથી મનાવામાં આવે છે

એવીજ રીતે મહા શિવરાત્રીનું પર્વ પણ  ખુબજ ધામ શુમથી માનવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. સોમનાથ જ્યોર્તિલિંગ : આપણે બધા જાણીએ છીએ કે શિવ ભગવાનની સૌથી પહેલી જ્યોર્તિલિંગ સોમનાથ લિંગને માનવામાં આવે છે.

આ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થિત છે. અહી ભગવાન શિવના ભક્તો દુર દુરથી દર્શન કરવા માટે આવે છે. અને એવી માન્યતા છે કે અહી ભગવાન શિવ સાક્ષાત દર્શન આપે છે. સોમનાથમાં દેશ વિદેશ માંથી પર્યટકો પ્રવાસ માટે પણ આવે છે.

સોમનાથમાં ભગવાન શિવની સૌથી પહેલી જ્યોતિર્લીંગ આવેલ છે. મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ : આ મંદિર આંધ્ર પ્રદેશના કૃષ્ણા નદીના કિનારે એક પર્વત પર સ્થિત છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે જે ભક્ત અહિયાં આવીને દર્શન કરે છે

એને એમના જીવનમાં કરેલા પાપોથી મુક્તિ મળી જાય છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ નો મહિમા પણ ખુબજ અનેરો છે. આ અજ્યોતીર્લીન્ગમાં ભગવાન શિવ સાક્ષાત વાસ કરે છે. મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ : મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે આ મંદિર સ્થાપિત છે,

આ મંદિરની વિશે કહેવામાં આવે છે કે આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે જે દક્ષીણમુખી છે. અને અહી પણ હંમેશા શ્રદ્ધાળુઓ ની ભીડ ભગવાનના દર્શન માટે બનેલી રહે છે. કેદારનાથ જ્યોર્તિલિંગ : આ મંદિરને કેદારનાથનું મહત્વ કૈલાશ જેટલું આપવામાં આવે છે,

આ મંદિર ઉત્તરાખંડના પહાડીઓ પર સ્થાપિત છે અને જેને “કેદારનાથ” જ્યોર્તિલિંગ ના નામથી ઓળખવામાં આવે છે. જો તમે પણ તમારા જીવનમાં શિવ ભગવાનના આશીર્વાદ ઈચ્છો છો, તો આ મંદિરોમાં જઈને દર્શન કરી શકો છો અને તમારા જીવનને સાકાર કરી શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer