મૂળી તાલુકાના સરાના વતની અને ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમારે અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે મૃતક પોલીસ કર્મચારીના મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો.
તેમજ મૃતક પોલીસ કર્મચારી પાસેથી હાથે લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ બનાવ 9 જાન્યુઆરીના રોજ બન્યો હતો. આ આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
દીપકસિંહ પરમારે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેમણે પોતે આત્મહત્યા કરવા પાછળના કેટલાક ચોંકાવનારા આક્ષેપો કર્યા. હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારાં માતા-પિતા પાસે આવેલો હતો.
હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું. મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે અને મને માનસિક ત્રાસ આપે છે, જેનું નામ D.K.RANA. IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિશા AIO મને મારી નાખવાની ધમકી તથા મારી પત્નીની અંગત પળો ઉતારેલી છે, જેથી હું આત્મ હત્યા કરું છું.
Parmar D.N
અત્રે ઉલ્લેખનીય છે કે, દિપકસિંહે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા મૃત્યુ થયું હતું. જે બાદ દિપકસિંહને તાત્કાલીક ધ્રાંગધ્રા હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. જે બાદ મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.