આપને ત્રણ ઝટકા, વિજય સુંવાળા બાદ મહેશ સવાણીએ પણ પાર્ટી છોડી, કહ્યું- મને કોઈ હોદ્દાનો મોહ નથી…

જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ સાથે છેડો ફાડશે. મળતી માહિતી મુજબ આપમાં જોડાયા એના થોડા મહિના બાદ જ તેઓ રાજનીતિ છોડી દેશે. ટૂંકા સમયગાળામાં તેઓ એ ફરી પોતાની પાર્ટીમાંથી રાજીનામુ આપશે .

આવતીકાલે તેઓ સત્તાવાર રીતે જાહેરાત કરે તેવી સંભાવના છે. થોડા સમય પહેલાં જ જાણીતા ચહેરાઓ આપ પાર્ટીમાં જોડાવાનો ક્રેઝ હતો.

પરંતુ તમામ લોકોને શંકા હતી કે ભાજપ અને કોંગ્રેસ બે મજબૂત પાર્ટીઓ વચ્ચે ત્રીજી પાર્ટી આપ ટકી શકે નહીં પરંતુ મળતી માહિતી મુજબ આપની બીજી વિકેટ પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

ઈશુદાન ગઢવી આપનો મુખ્ય ચહેરો છે. વિજય સુવાળા અને મહેશ સવાણી નું આપ સાથે થયેલ ગઠબંધન કેમ તૂટ્યું તેને હજી કોઈ માહિતી મળી નથી એ બાબત પણ જાણવા મળી નથી . તેમનું આવું કરવા પાછળનું કારણ શું છે તે પણ જાણવા મળ્યું નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer