ગુજરાતમાં મુખ્યમંત્રીની ગાદી બદલાતા જ મુખ્યમંત્રી કાર્યાલય માં મોટા ફેરફારો: રૂપાણીના ખાસ મનાતા CMOના આઈએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂંક…

ગુજરાતમાં મુખ્યમંત્રીની ગાદી બદલાતા જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રૂપાણી ના ખાસ મનાતા CMOના તમામ આઈએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે.

જેમા એમ કે દાસની જગ્યાએ પંકજ જોષી અને અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની cmo માં લેવામાં આવ્યા છે. રાજ્યમાં મુખ્યમંત્રીના સેક્રેટરી અને અધિક મુખ્ય સચિવના પદને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.

CM ભૂપેન્દ્ર પટેલના સેક્રેટરી તરીકે અવંતિકા સિંઘ અને CMના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે. રૂપાણી અને મંત્રીમંડળના રાજીનામા બાદ અધિકારીઓના પદમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે.

સીએમ ઓફિસમાં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલા સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને અન્ય વિભાગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પકજ કુમાર ને CMO માં મૂકવામાં આવ્યાં. 16મીએ મંત્રીમંડળના નવા સભ્યોની શપથવિધિ યોજાવાની છે. જે માટે નવા મંત્રીઓ પોતાના અંગત સ્ટાફની નિમણૂક ન કરી લે

ત્યાં સુધી તેમની કામગીરીમાં મદદરૂપ થવા માટે જીએડી દ્વારા 35 સેક્શન ઓફિસર અને 35 ડેપ્યુટી સેક્શન ઓફિસરોની લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે જે આમને મદદ કરશે. મંત્રીઓ સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી આ અધિકારીઓ પીએ અને પીએસ તરીકે મંત્રીઓ સાથે તેમની ફરજ બજાવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer