જો કોઈ અધિકારી કે કલેકટર કામ કરી આપવાના પૈસા માંગે તો વિડીયો બનાવીને મોકલો મને- મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી..

ગુજરાતમાં વધી રહેલા ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર હવે કડક એક્શન લેવાના મૂડમાં આવી ગઈ છે. રાજ્યના મહેસૂલમંત્રીએ કહ્યું કે મહેસૂલ વિભાગનો કોઈ પણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માંગે તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરીને એમને લોકોને મોકલવું.

આવા અધિકારીઓ કે કર્મચારીઓ સામે ચોક્કસ પણે પગલાં જ લેવામાં આવશે. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ અધિકારી ફરજ પર મોડો આવે છે તો તેવી બાબત પણ હવે નહીં ચલાવી લેવાય.તેમણે એવું પણ કહ્યું હતું કે હાલમાં નાગરીકો પાસે મોબાઈલની સુવિધા ઉપલબ્ધતાં છે.

જેથી તેઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ કે કર્મચારીઓને વીડિયો બનાવીને આવા લોકોને ખુલ્લા પાડી શકે છે. મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું મહેસુલી પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થકી નાગરિકોને મહેસુલી સેવાઓ ઝડપી અને પારદર્શકતાથી મળે એ હેતુથી

આવતીકાલે તમામ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરશે. જેમાં પડતર કેસોની સમીક્ષા સાથે સત્વરે નિકાલ થાય તે માટેની જરૂરી સૂચનાઓ અપાશે.

સ્થાનિક કક્ષાએ કલેકટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે એક ટીમ નિમવામાં આવશે . જે કોઈપણ જિલ્લામાં જઈને ઓચિંતી તપાસ કરશે. જો આ ટીમની આકસ્મિક તપાસ કરીને જિલ્લાના કેટલા કેસો પડતર છે અને કયા સુધીમાં તેનો નિકાલ થશે તે સહિતની યાદી ચેક કરશે.

મહેસુલી સેવાઓમાં જે ફરિયાદો અત્રે મળે છે એનો ત્વરીત નિકાલ થાય અને લોકોને ઝડપથી સેવાઓ મળી રહે એ માટે સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરશે. તેમાં જે અધિકારી-કર્મચારીઓ હશે અને એમના કારણે કોઇ બેદરકારી કે ભ્રષ્ટાચાર જણાતો હશે તો તેમની સામે પણ કાયદેસર પગલા લેવાશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer