મનુષ્યને આવતા સપનાઓ પણ દર્શાવે છે શુભ અને અશુભ સંકેતો

તેવું મનાય છે કે સપના આપણા અચેતન મન દ્વારા ભવિષ્યમાં થનારી ઘટના અંગે સંકેત કરે છે. ભગવાન રામને પણ દશરથની મૃત્યુના સમયે અશુભ સ્વપ્ન આવ્યું હતું. અને જેનાથી તેમણે રાજભવનમાં કંઇક ખરાબ થવાનું છે તેવું અનુમાન લગાવ્યું હતું. રાવણને પણ અશુભ સંકેત તેની મૃત્યુ પહેલા સપનામાં મળ્યો હતો. જો કે આ અંગે સાચું માનવું કે નહીં તે વ્યક્તિગત નિર્ણય છે. પણ અનેક લોકો સપનાને ભવિષ્યના સંકેત સ્વરૂપે જોવે છે. આજે આપણે જનોઈ એવા સપનાઓ વિશે જે અશુભ ઘટના તરફ ઇશારો કરે છે.

૧. ગધેડું : ગધેડાની સવારીને પણ મૃત્યુના સૂચક તરીકે માનવામાં આવે છે. જો તમારા સપનામાં ગધેડાની સવારી કરતું કોઇ નજરે પડે તો ખરાબ સમય શરૂ થયો છે તેમ માની શકાય.

૨. સૂકાયેલ ફૂલ : સુકાયેલા ફૂલાની માળા પણ ખરાબ સપના તરીકે જોઇ શકાય જો તમને કોઇ સ્ત્રી કે કોઇ વ્યક્તિ સુકાયેલા ફૂલોની માળા પહેરાવે છે તો આને અશુભ સગુન માનવામાં આવે છે.

૩. કાગડો : જો તમે સપનામાં કાગડાને જુઓ છો. તો આ સપનું અશુભ ઘટના તરફ સંકેત કરે છે. આ સપનાનો તે અર્થ નીકાળી શકાય કે હવે ખરાબ સમય નજીક આવી રહ્યો છે. માટે સાવધાન રહો.

૪. યાત્રા : તમને જણાવી દઇએ કે પોતાને યાત્રા કરતા દેખવું શુભ નથી માનવામાં આવતું. જે રાત્રે તમે આવું સપનું દેખો છો તેના બીજા દિવસે યાત્રા ન કરવી જોઇએ. તે અશુભ માનવામાં આવે છે.

૫. મુંડન : મુંડન થઇ રહ્યું છે જો કોઇ વ્યક્તિનું સપનામાં તો આવું સપનું જોવું કોઇની મૃત્યુનો સંકેત હોઇ શકે.

૬. સફેદ વસ્ત્ર : સફેદ વસ્ત્રને સપનામાં જોવું એક ખુબ જ અશુભ ઘટના તરફનો નિર્દેશ છે. ખાસ કરીને તમને કોઇ સ્ત્રી સપનામાં સફેદ વસ્ત્ર અને ખુલા વાળ સાથે જોવા મળે તો આ વિયોગનો સંકેત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer