હવે આવનારી ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી મોટો ભય, સુપીમ કોર્ટે વ્યક્ત કર્યું ટેંશન
કોરોનાનો ખતરો અત્યારે ખત્મ થતો જોવા મળી રહ્યો નથી. વાયરસના નવા-નવા વેરિએન્ટ્સના કારણે હવે આની ત્રીજી લહેરની વાત થવા લાગી છે. સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવનની સાથે નિષ્ણાતો આ વિશે ચેતવણી આપી ચુક્યા છે.
ત્યારબાદ લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેમકે આ પહેલી અને બીજી લહેરથી કઈ રીતે અલગ હશે? દેશમાં ક્યારે આવશે? આવામાં સૌથી જરૂરી આ નવા વેરિએન્ટની ઓળક કરવાની રહેશે. દુનિયાભરના સાયન્ટિસ્ટ વાયરસના અલગ-અલગ વિરિએન્ટ્સનો મુકાબલો કરવાની તૈયારી કરી રહ્યા છે.
વાયરોલોજિસ્ટ અને કોવિડ એક્સપર્ટ કમેટી, કર્ણાટકના મેમ્બર ડૉ. વી. રવિ સહિત તમામ જાણકારોએ ચેતવ્યા છે કે કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને વધારે ખતરો થઈ શકે છે. આનું કારણ એ છે કે જ્યાં સુધી દેશમાં ત્રીજી લહેર આવે, ત્યાં સુધી મોટાભાગના લોકોને કોરોનાની ઓછામાં ઓછી એક રસી લાગી ચુકી હોય.
ડૉ. વી. રવિએ કહ્યું કે, આ કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મજબૂત રણનીતિ બનાવવાનો સમય છે. ઑક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે તેમને સ્થિતિઓ સંભાળવા માટે અત્યારથી તૈયારી કરવાની રહેશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા બાળકોની સંખ્યામાં ઝડપથી સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 0થી 10 વર્ષના 1,45,930 બાળકો વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે.
રાજ્યમાં દરરોજ લગભગ 300થી 500 બાળકો બીમાર થઈ રહ્યા છે. રાજ્યમાં 11થી 20 વર્ષના 3,29,709 બાળકો અને યુવા અત્યાર સુધી વાયરસની ઝપટમાં આવી ચુક્યા છે. વાડિયા હૉસ્પિટલના સીઈઓ ડૉ. મિન્ની બોધનવાલા અનુસાર મુંબઈથી વધારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં બાળકો બીમાર થઈ રહ્યા છે.
કોરોનાની વર્તમાન લહેરમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સાથે નવજાત બાળકોમાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. ગુરૂગ્રામ સ્થિત ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં પીડિયાટ્રિક્સ વિભાગના પ્રમુખ અને નિર્દેશક ડૉ. કૃષ્ણ ચુઘ અનુસાર મોટાભાગના બાળકો જેઓ કોવિડ-19થી પ્રભાવિત છે.
તેમનામાં વર્તમાન લક્ષણ હળવો તાવ, ખાંસી, શરદી અને પેટથી સંબંધિત સમસ્યાઓ છે. કેટલાકને શરીરમાં દુ:ખાવો, માથું દુ:ખાવું, ઝાડા અને ઉલટીની પણ ફરિયાદ છે. સુપ્રીમ કૉર્ટે કેન્દ્રને કહ્યું કે, એક્સપર્ટ જણાવી રહ્યા છે કે કોવિડની ત્રીજી લહેર દેશમાં આવવાની છે. આ બાળકોને પણ પ્રભાવિત કરશે.
બાળકો બીમાર થશે તો જ્યારે તેઓ હૉસ્પિટલ જશે તો પેરેન્ટ્સને પણ સાથે જવું પડશે. આવામાં તમારી તૈયારી શું છે? જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર સામે જોવા મળી રહી છે. આની અસર બાળકો પર પણ પડી શકે છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેરથી પહેલા વેક્સિનેશનના વર્તમાન અભિયાનને ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત છે.