ખુશખબર કોરોના દર્દીને ઝડપી રિકવરી આપતી આ અસરકારક દવા આવી ગઈ છે, જાણો કઈ છે કંપની ને શુ છે ફાયદા

કોરોના મહામારીની બીજી લહેર સામે ઝઝૂમી રહેલા ભારતીયો માટે વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર. DRDOએ તૈયાર કરેલી દવાને DCGIની મંજૂરી. દવા લેનાર દર્દીને ઓક્સિજનની તકલીફો ઓછી થાય છે.

DRDOની એક લેબ ઇન્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયસન્સ દ્વારા ડોક્ટર રેડ્ડીની લેબની સાથે મળીને તૈયાર કરવામાં આવેલ ઓરલ દવા 2-DGના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

કોરોનાના દર્દીઓ માટે અસરકારક નીવડી :- ઉલ્લેખનીય છે કે, દવાના ક્લિનિકલ ટ્રાયલના પરિણામો જણાવે છે કે, આ દવા હોસ્પિટલમાં રહેલા કોરોનાના દર્દીઓની ઝડપથી રિકવરી માટે અસરકારક નીવડી છે, સાથે જ આ દવા દર્દીઓની ઓક્સિજનની જરૂરીયાતને પણ ઘટાડે છે.

કોરોનાના દર્દી પર અસરકારક નીવડી :- જણાવવામાં આવ્યું છે કે, આ દવા લેનાર કોરોનાના દર્દીઓનો RT-PCR ટેસ્ટ નેગેટિવા આવ્યો છે. આ મહામારીમાં કોરોના વાયરસ સામે બાથ ભીડી રહેલા લોકો માટે આ દવા ખૂબ જ ફાયદાકારક નીવડી છે. PM મોદી દ્વારા કોરોના મહામારી લડવાની વાતનો અમલ કરતા DRDOએ આ દવા વિકસાવી છે.

DCGIએ મે 2020માં ટ્રાયલને આપી હતી મંજૂરી :- એપ્રિલ 2020 માં, મહામારીની પ્રથમ લહેર દરમિયાન, INMAS-DRDO વૈજ્ઞાનિકોએ હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી (CCMB) ની મદદથી પ્રયોગશાળામાં પ્રયોગો કર્યા.

જાણવા મળ્યું કે આ પરમાણુ SARS-CoV-2 વાયરસ સામે અસરકારક રીતે કામ કરી રહ્યો છે અને વાયરસના પરિણામોના આધારે, DCGIએ મે 2020 માં આ દવાના બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી.

પરીક્ષણમાં મળ્યા અસરકારક પરિણામ :- DRDO એ તેના ઉદ્યોગ ભાગીદાર ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ ((DRL, હૈદરાબાદ) ની સાથે મળીને COVID-19 દર્દીઓમાં ડ્રગની સલામતી અને અસરકારકતાના પરીક્ષણ પરીક્ષણની શરૂઆત કરી.

2020 ના મેથી ઓક્ટોબર-20 દરમિયાન હાથ ધરવામાં આવેલા તબક્કા-II ના પરીક્ષણોમાં, આ દવા COVID-19 દર્દીઓમાં સલામત હોવાનું જણાયું હતું, અને તેમની રિકવરી રેટમાં નોંધપાત્ર સુધારો થયો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer