જાણો પાર્ટીમાં શું થવાનું હતું, ક્રુઝ શીપમાં થયેલી પાર્ટીની એક ટિકિટનો ભાવ હતો લાખ રૂપિયા, એક્ટરના પુત્ર સહીત મોટા બિઝનેસમેનની દીકરીઓ પણ સામેલ..

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) મુંબઈમાં એક હાઈપ્રોફાઈલ પાર્ટીના સંબંધમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનની પૂછપરછ કરી રહી છે. પાર્ટી ‘Cordelia the Impress’ ક્રૂઝ પર ચાલી રહી હતી. જે સમયે એનસીબીએ દરોડા પાડ્યા હતા, તે સમયે પાર્ટીમાં 600 લોકો સામેલ હતા.

NCB એ 3 છોકરીઓ સહિત 13 લોકોની અટકાયત કરી છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યાં ક્રુઝ પર આર્યન પણ હાજર હતો. જોકે તે સ્પષ્ટ નથી કે તેણે ડ્રગ્સ લીધી હતી કે નહીં.

NCB ને જાણ કરવામાં આવી હતી કે પાર્ટીમાં ડ્રગ્સ આપવામાં આવી રહી છે. NCB ના અધિકારીઓ મુસાફર તરીકે ક્રુઝમાં સવાર થયા હતા. શનિવારે રેવ પાર્ટીમાં જતી વખતે તેણે રેડ કરી હતી.

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જહાજમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મળી આવેલી ડ્રગ્સ એમડી કોક અને હશીશ છે.


ક્રૂઝમાં કઈ રીતે પહોંચ્યું ડ્રગ્સ..? લોકો પોતાના પેન્ટની સિલાઈમાં, મહિલાઓ પર્સના હેન્ડલમાં, અન્ડરવિયરની સિલાઈવાળા હિસ્સામાં , કોલરની સિલાઈમાં છુપાવીને ક્રૂઝ પર ડ્રગ્સ લઈને ગયા હતા.

અત્યારે મોડલ અને એક્ટ્રેસ સાગરિકા શોનાએ ક્રૂઝ શીપ કાર્ડેલિયા ધ ઈમ્પ્રેસમાં થયેલી પાર્ટીની ટિકિટ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું કે પાર્ટીના ઓર્ગેનાઈઝરે આ માટેની ટિકિટ 80 હજારથી એક લાખ રૂપિયા જેટલી રાખી હતી.

ઉલ્લેખનીય છે કે શીપ મુંબઈથી ગોવા જવા માટે શનિવારે રવાના થઈ ગઈ હતી. જોકે આ શીપમાં નાર્કોટ્રીક્સ કન્ટ્રોલ બોર્ડ બ્યુરો (NCB)એ રેડ કરી હતી અને વિવિધ પ્રકારનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડ્યું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer