દાંપત્યજીવન ને સુખી રાખવા માટે અવશ્ય કરો આ ઉપાય, ગૃહ કલેશ થશે દુર 

કહેવાય છે કે, પાસે રહેલા બે વાસણો પણ એકબીજા સાથે અથડાતા રહેતા હોય છે. તો સાથે રહેતાં મનુષ્યો એકબીજા સાથે તકરાર કરે તે સામાન્ય વાત છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પરિવાર ની અંદર સાથે રહેતાં હોય છે ત્યારે તે વ્યક્તિઓને અંદરોઅંદર કોઈને કોઈ બાબત ઉપર તકરાર થતો હોય છે.

પરંતુ જ્યોતિષશાસ્ત્ર ની અંદર દામ્પત્યજીવન ની અંદર રહેલા ગ્રહ કલેશને દૂર કરવા માટેના અનેક એવા ઉપાયો બતાવ્યા છે. જે તમારા દાંપત્ય જીવનને કાયમી માટે રાખી શકે છે સુખી તો ચાલો જાણીએ આવા અમુક ઉપાય. જો ઘરના મુખ્ય દરવાજાની પાછળ સ્વસ્તિક લગાવવામાં આવે

અથવા તો ગણેશજી ની છબી લગાવવામાં આવે તો તેના કારણે ઘરની અંદર રહેલા ગ્રુહ ક્લેશ દૂર થાય છે. ઘરમાં શક્ય હોય ત્યાં સુધી ઈશાન ખૂણાને સાફ રાખવો જોઈએ. અને ઘરની અંદર તુલસીનો છોડ લગાવવો જોઈએ તથા તુલસીના છોડમાં સવાર-સાંજ દીપક પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં પણ સુખ-શાંતિનો વાસ થાય છે.

ઘરમાં ક્યારેય અતિથિ રૂમ અને રસોઈઘર એકબીજાથી જોડાયેલાં હોવા ન જોઇએ. આમ થવાથી પતિ પત્ની વચ્ચેની સમજણમાં અભાવ થાય છે. દક્ષિણ દિશા તરફ મુખ ધરાવતા મકાનનો સ્વામી જો પોતાના હાથની અંદર ચાંદીનું કડું પહેરે તો, તેના કારણે તેના ઘરની અંદર કાયમી માટે સુખ-શાંતિનો વાસ થાય છે.

જો સંતાનો સાથે કોઈ પણ પ્રકારનો કલેશ હોય અથવા તો તકરાર થતી હોય તો ઘરના સ્વામીએ હંમેશાં રવિવારે ઘરથી બહાર નીકળતી વખતે હંમેશાં ને માટે ગોળનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી માતા-પિતા અને સંતાન વચ્ચેના પ્રેમમાં વધારો થાય છે.

જો ઘરની સ્ત્રી શુકલ પક્ષના કોઈ પણ પહેલા ગુરુવારના દિવસે કેળાંની પૂજા કરી, અને તેને ગોળ ચઢાવશે તો તેના કારણે તેના ઘરની અંદર રહેલા દરેક પ્રકારના કલેશ અને તકરાર દૂર થઈ જશે. જો ઘરમાં વારંવાર તકરાર થયા કરતી હોય તો,

કોઈપણ વડલાના ઝાડ નીચે 43 દિવસ સુધી દૂધ અને જળનો અભિષેક કરવામાં આવે તો, ઘરની અંદર કાયમી માટે શાંતિનો વાસ થાય છે અને દરેક પ્રકારના કલેશ દૂર થઈ જાય છે. આમ જો તમારા ઘરમાં પણ કાયમી માટે તમે સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માંગતા હોય તો આ ઉપાયને અવશ્ય અપનાવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer