દેવી લક્ષ્મીનો જન્મ અને તેના જીવન સાથે જોડાયેલી આ માહિતી વિષે મોટા ભાગના લોકો છે અજાણ, જાણી લો તમે….

પુરાણોમાં માતા લક્ષ્મીની ઉત્પતિ વિશે વિરોધાભાસ જોવા મળે છે. એક કથા અનુસાર માતા લક્ષ્મીની ઉત્પતિ સમુદ્ર મંથનની સાથે નીકળેલા રત્નોની સાથે થઈ હતી, પણ બીજી કથા અનુસાર તે ભૃગુ ઋષિની દીકરી હતા. પુરાણોની કથામાં છુપાયેલા રહસ્યોને જાણવા થોડા મુશ્કેલ છે. તેને સમજવું જરૂરી છે. તમને કદાચ ખબર જ હશે કે શિવપુરાણ અનુસાર બ્રમ્હા, વિષ્ણુ, અને મહેશના માતા-પિતાનું નામ સદાશિવ અને દુર્ગા બતાવ્યું છે. તેવી જ રીતે ત્રણે દેવીના પણ માતા પિતા છે. સમુદ્રમંથનથી જે દેવી લક્ષ્મીની ઉત્પતિ થઈ હતી તે સોનાને પ્રાપ્ત કરવાનો જ સંકેત હશે.

જન્મ સમય : શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો. કાર્તિકેયનો જન્મ પણ શરદ પૂર્ણિમાના દિવસે જ થયો હતો કાર્તિક કૃષ્ણ અમાસ પર તેમની પૂજા થાય છે. નામ : દેવી લક્ષ્મી. નામ નો અર્થ : ‘લક્ષ્મી’ શબ્દ બે શબ્દના મેળ થી બનેલો છે. એક ‘લક્ષ્ય’ અને બીજો ‘મી’ એટલે કે લક્ષ્ય સુધી લઇ જવા વળી દેવી. અન્ય નામ : શ્રીદેવી, કમલા, ધન્યા, હરીવલ્લભી, વિષ્ણુપ્રિયા, દીપા, દીપ્તા, પદ્મપ્રિયા, પદ્મસુન્દરી, પદ્માવતી, પ્દ્માનાભપ્રિયા, પદ્મિની, ચંદ્ર સહોદરી, પૃષ્ટિ, વસુંધરા વગેરે નામ મુખ્ય છે.

માતા-પિતા : ખ્યાતી અને ભૃગુ ભાઈ : ધાતા અને વિધાતા બહેન : અલક્ષ્મી પતિ : ભગવાન વિષ્ણુ પુત્ર : ૧૮ પુત્ર માંથી પ્રમુખ ૪ પુત્રના નામ છે. આનંદ, કદર્મ, શ્રીદ, ચીક્લીત નિવાસ : ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ સાથે કમળ પર વાસ કરે છે. દિવસ : જ્યોતિષશાસ્ત્ર અને ધર્મગ્રંથોમાં શુક્રવારની દેવી માં લક્ષ્મીને માનવામાં આવે છે.

વાહન : ઘુવડ અને હાથી. એક માન્યતાના અનુસાર ભગવાન વિષ્ણુની પત્નીનું વાહન ઘુવડ છે અને ધનની દેવી મહાલક્ષ્મીનું વાહન હાથી છે. કેટલાક ના અનુસાર ઘુવડ તેમની બહેન અલક્ષ્મીનું પ્રતિક છે. જે હમેશા તેની સાથે રહે છે. દેવી લક્ષ્મી તેમના વાહન ઘુવડ પર બેસીને ભગવાન વિષ્ણુની સાથે પૃથ્વી પર ફરવા આવે છે.

બે રૂપ : લક્ષ્મીજી ના બે રૂપ છે ૧-શ્રીરૂપ ૨-લક્ષ્મી રૂપ. શ્રી રૂપમાં તે કમળ પર બિરાજમાન છે અને લક્ષ્મી રૂપમાં તે ભગવાન વિષ્ણુની સાથે છે. મહાભારત માં લક્ષ્મીના વિષ્ણુપતિ લક્ષ્મી તેમજ રાજ્યલક્ષ્મી બે પ્રકાર બતાવ્યા છે. એક માન્યતા અનુસાર લક્ષ્મીના બે રૂપ છે ભૂદેવી અને શ્રીદેવી  ભૂદેવી ધરતીની દેવી છે અને શ્રીદેવી સ્વર્ગની દેવી પહેલી ફળદ્રુપતા સાથે જોડેલી છે અને બીજી મહિમા અને શક્તિ સાથે ભૂદેવી સરળ અને સહયોગી પત્ની છે જયારે શ્રીદેવી ચંચલ છે વિષ્ણુને તેને ખુશ રાખવા હમેશા પ્રયાસ કરવો પડે છે.

બીજ મંત્ર : ॐ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नम:।। વ્રત પૂજા : લક્ષ્મી ચાલીસા, લક્ષ્મીજીની આરતી, લક્ષ્મીજીની મહિમા, લક્ષ્મી વ્રત, લક્ષ્મી પૂજન વગેરે. દિવાળી પર લક્ષ્મીજીની પૂજા ગણેશજી સાથે થાય છે. દેવી લક્ષ્મીની પૂજા ભગવાન વિષ્ણુ સાથે જ થાય છે. જ્યાં આવું નથી થતું ત્યાં તેમની મોટી બહેન અલક્ષ્મી વાસ કરે છે.

અષ્ટલક્ષ્મી શું છે : અષ્ટલક્ષ્મી માતા લક્ષ્મી ના ૮ વિશેષ રૂપને કહેવાય છે. માતા લક્ષ્મીના આ ૮ રૂપ છે આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિરલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી. માતા લક્ષ્મીના પ્રિય ભોગ : મખાના, શિંગોડા, પતાશા, શેરડી, હલવો, ખીર, દાડમ, પાન, સફેદ અને પીળા રંગના મિષ્ટાન અને કેસર ભાત.

માતા લક્ષ્મીના પ્રમુખ મંદિર : પદ્માવતી મંદિર તીરુચુરા, લક્ષ્મીનારાયણ મંદિર વેલ્લુર, મહાલાક્ષ્મી મંદિર મુંબઈ, લક્ષ્મીનારાયણ મંદિર દિલ્લી, લક્ષ્મી મંદિર કોલ્હાપુર, અષ્ટલક્ષ્મી મંદિર ચેન્નઈ, અષ્ટલક્ષ્મી મંદિર હૈદરાબાદ, લક્ષ્મી-કુબેર મંદિર વડલુર, લક્ષ્મીનારાયણ મંદિર જયપુર, મહાલક્ષ્મી મંદિર ઇન્દોર, શ્રીપુરમનું સ્વર્ણ મંદિર તમિલનાડુ, પચમઠા મંદિર જબલપુર વગેરે છે.

ધન ની દેવી : દેવી લક્ષ્મીના ગાઢ સબંધ દેવરાજ ઇન્દ્ર તથા કુબેર સાથે છે ઇન્દ્ર, દેવતાઓના તેમજ સ્વર્ગના રાજા છે. તથા કુબેર, દેવતાઓના ખજાનાના રક્ષક પદ પર છે. દેવી લક્ષ્મી ઇન્દ્ર અને કુબેરને આવું વૈભવ તેમજ સત્તા આપે છે.

સમુદ્રમંથન ની લક્ષ્મી : સમુદ્રમંથનની લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તેના હાથમાં ધનથી ભરેલો કળશ છે. તેના દ્વારા લક્ષ્મીજી ધનની વર્ષા કરે છે. તેના વાહનને સફેદ હાથી માનવામાં આવે છે. લક્ષ્મીજીના ચાર હાથ બતાવ્યા છે એક લક્ષ્ય અને ચાર પ્રકૃતિના પ્રતિક છે અને માં લક્ષ્મી બધા હાથોથી પોતાના ભક્તો પર આશીર્વાદની વર્ષા કરે છે.

વિષ્ણુપ્રિયા લક્ષ્મી : ઋષિ ભૃગુની દીકરી માતા લક્ષ્મી હતી તેની માતાનું નામ ખ્યાતી હતું મહર્ષિ ભૃગુ વિષ્ણુના સસુર અને શિવના સાઢુ હતા મહર્ષિ ભૃગુને પણ સપ્તઋષિમાં સ્થાન મળ્યું હતું રાજા દક્ષના ભાઈ ભૃગુઋષિ હતા તેનો મતલબ તે રાજા દક્ષની ભત્રીજી હતી તેમના બે ભાઈ દાતા અને વિધાતા હતા ભગવાન શિવની પહેલી પત્ની માતા સતી તેની સાવકિ બહેન હતી સતી રાજા દક્ષની દીકરી હતી.

પુરણ અનુસાર લક્ષ્મીજીના ૮ અવતાર : મહાલક્ષ્મી જે વૈકુઠમાં નિવાસ કરે છે, સ્વર્ગલક્ષ્મી જે સ્વર્ગમાં નિવાસ કરે છે, રાધાજી જે ગોકુળમાં નિવાસ કરે છે, શોભા જે બધી વસ્તુમાં નિવાસ કરે છે, દક્ષિણા જે યજ્ઞમાં નિવાસ કરે છે, ગૃહલક્ષ્મી જે ગૃહમાં નિવાસ કરે છે, સુરભી જે ગૌલોકમાં નિવાસ કરે છે અને રાજલક્ષ્મી જે પાતાળ અને ભૂલોકમાં નિવાસ કરે છે.

સમુદ્ર મંથન વાળી લક્ષ્મી : સમુદ્ર મંથન થી ૧૪ પ્રકારના રત્ન ઉત્પન થયા હતા ત્યારે તેની સાથે લક્ષ્મીની પણ ઉત્પતિ થઈ હતી લક્ષ્મી એટલે શ્રી અને સમૃધીની ઉત્પતિ કેટલાક લોકો તેને સોનાથી જોડે છે. પણ ઘણા લોકો તેને દેવી માંને છે. સમુદ્ર મંથનથી ઉત્પન્ન લક્ષ્મી માતાને કમલા પણ કહે છે. જે ૧૦ મહાવિદ્યા માંથી છેલ્લી મહાવિદ્યા છે. સમુદ્ર મંથન માંથી નીકળેલી લક્ષ્મીને વૈભવ અને સમૃધી સાથે જોડી છે જેમાં સોના ચાંદી વગેરે કીમતી ધાતુ હતી જે લક્ષ્મી માં નું પ્રતિક છે.

લક્ષ્મી વિષ્ણુ વિવાહ કથા : કહેવાય છે કે સમુદ્રની પુત્રી લક્ષ્મીદેવી હતી જયારે તે મોટી થઈ ત્યારે તે ભગવાન નારાયણના ગુણ પ્રભાવનું વર્ણન સાંભળીને તેમાં મંત્રમુગ્ધ થઈ ગયા અને તેને પામવા તપસ્યા કરવા લાગી. જેવી રીતે પાર્વતીએ શિવને મેળવવા કરી હતી તે સમુદ્ર તટ પર તપસ્યા કરવા લાગી ત્યારે તેમની ઈચ્છા અનુસાર ભગવાન વિષ્ણુ એ તેને પાણી સ્વરૂપમાં સ્વીકાર કરી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer