જાણો ધનતેરસની પૂજાની સાચી વિધિ અને શુભ મુહૂર્ત વિશે

દિપાવલીની શરૂઆત જ ધનતેરસથી થાય છે. ધનતેરસના દિવસે મહાલક્ષ્‍મી અને ધનકુબેરની પૂજા કરવામાં આવે છે. કુબેરના વરદાનથી ઘરમાં અપાર ધનનો ભંડાર આવે છે. ધનતરેસ પર કેટલાક વિશેષ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધનતેરસ સાંજે પરિવાર સાથે મળીને મંગળકામના માટે યમ નામનો દીપક પ્રગટાવવામાં આવે છે. ધનતેરસે વિભિન્ન ધાતુઓથી બનેલ વાસણ સોના, ચાંદી ખરીદવાને શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાતુનો સામાન ખરીદવાથી શુભ થાય છે. એવી માન્યતા છે કે ધનતેરસ પર દિવસે કે સંધ્યાકાળમાં ખરીદી કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

ધનતેરસ કારતકની કૃષ્ણ ત્રયોદશીએ મનાવવામાં આવે છે. જ્યોતિષ મુજબ ધનતેરસે શુભ મુહૂર્ત જોઈને કરેલી ખરીદી જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લઇને આવે છે. આ દિવસે વાસણથી લઇને ઘરેણાની ખરીદી કરવામાં આવે છે. જો આ દિવસે સારું મુહૂર્ત જોઈને પૂજા કરવામાં આવે તો ઘરમાં ધનવર્ષા થઇ શકે છે.માન્યતા છે કે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશને લઈને ધનવંતરી પ્રગટ થયા હતા. બે દિવસ બાદ માં લક્ષ્‍મીનું પ્રાગટ્ય થયુ હતુ. આ જ કારણે દિવાળી પહેલા બે દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે.

આવો જાણીએ કયા છે ધનતેરસ પૂજા માટેના શુભ મુહૂર્ત:
25/10/2019 શુક્રવાર
સાંજે 07.08થી રાત્રે 8.14 વાગ્યા સુધી.
પ્રદોષ કાળ સાંજે 5.39થી 8.14 સુધી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer