કેટલાક એવા ધાર્મિક રહસ્યો, જેનો જવાબ વૈજ્ઞાનિકો પણ આજ સુધી નથી શોધી શક્યા

ભારતને મંદિરો અને ચમત્કારોનો દેશ કહેવામાં આવે છે, અહી પર ઘણા બધા એવા રહસ્યો છે જેને આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી સમજી શક્ય. આ રહસ્યોને જોઇને અથવા જાણી ને લોકોના મનમાં ફરીથી અદ્રશ્ય શક્તિ અથવા અલોકિક શક્તિ પર વિશ્વાસ થવા લાગ્યો છે. આંજે અમે એવા જ કેટલાક રહસ્યો વિષે જણાવીશું જેના વિષે જાણીને તમે હેરાન થઇ જશો.

તરતા પથ્થર :

તરતા પથ્થરોનો ઉલ્લેખ આપણે રામાયણમાં સાંભળ્યો છે. જયારે ભગવાન રામની સેના લંકા સુધી સેતુ નિર્માણ કરી રહી હતી. ત્યારે એ સમયે નળ અને નીલ ના અડવાથી પથ્થર પાણીમાં તરવા લગતા હતા. જેના દ્વારા એક પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે પણ દક્ષીણ ભારતમાં સોમેશ્વર થી લંકા સુધી બનેલા પુલના અવશેષો મોજુદ છે. પાણીમાં તરતા આવા પથ્થરોને આસાનીથી જોઈ શકાય છે. પરંતુ વૈજ્ઞાનિકો આજે પણ આ પહેલીને નથી ઉકેલી શક્યા.

વીરભદ્ર મંદિરના થાંભલા:

અંદર પ્રદેશમાં વીરભદ્ર મંદિર આવેલું છે આ મંદિરનું રહસ્ય એ છે કે મંદિરમાં ૭૦ જેટલા થાંભલા આવેલા છે. અહી ની ચોંકાવનારી વાત એ છે કે મંદિરના દરેક સ્તંભ પૃથ્વીથી થોડા ઊંચા છે. આ થાંભલાઓ નું રહસ્ય આજે પણ વૈજ્ઞાનિક શોધી રહ્યા છે.

આસામના પક્ષીઓ નું રહસ્ય:

આસામમાં જતીન્ગા ગામમાં જયાનું પ્રાકૃતિક સોંદર્ય દરેક લોકોને આકર્ષિત કરીદે એવું છે, પરંતુ અહી વરસાદ ની ઋતુમાં મોસમ પૂરી થયા બાદ આકાશમાં એક ખુબસુરત આવરણ બની જાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ આવરણ ને પક્ષીઓ પાર નથી કરી શકતા. વૈજ્ઞાનિકો આજે પણ આ રહસ્યને જાણવાની કોશિશ કરી રહ્યા છે.

કૃષ્ણ બટર બોલ:

મહા બલીપુરમ માં કૃષ્ણ બટર બોલ નામનો એક પથ્થર છે જે ૪૫ ડીગ્રી અંશ પર ટકેલો છે. આ પથ્થર એટલો મજબુતીથી ટકેલો છે કે એક રાજાએ ૭ હાથીઓ દ્વારા તેને હટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ પથ્થર જરા પણ ના ખસ્યો હતો. દરરોજ દરેક લોકો અહી ફરવા અને પોતાની સાથે એક હેરાન કરી દે એવો અનુભવ લઈને જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer