અર્જુનની ચોથી પત્નીનું નામ જલપરી નાગકન્યા અલુપી હતું. એણે જ અર્જુનને જળ થી હાની રહિત રહેવાનું વરદાન આપ્યું હતું, મહાભારત યુધ્ધમાં પોતાના ગુરુ ભીષ્મ પિતામહ ને માર્યા બાદ બ્રહ્મા પુત્રથી શાપિત થયા બાદ અલુપી એ જ અર્જુનને શ્રાપ મુક્ત કર્યા હતા. અને પોતાના સાવકા પુત્ર બભ્રુવહન ના માર્યા ગયા પછી અલુપી એ જ અર્જુનને પુનર્જીવિત પણ કર્યો હતો. વિષ્ણુ પુરણ અનુસાર અર્જુન થી અલુંપીએ ઈરાવન નામના પુત્ર ને જન્મ આપ્યો હતો. એ જ ઈરાવાનને ભારતના દરેક કિન્નરો પોતાના દેવતા મને છે. અલુપી અર્જુનના સદેહ સ્વગારોહણ ના સમય સુધી તેની સાથે હતી.
એવું
પણ માનવામાં આવે છે કે, દ્રોપદી જે પાંચેય પાંડવોની પત્ની હતી, તે ૧-૧ વર્ષના સમય
સુધી દરેક પાંડવ સાથે રહેતી હતી. અને એ સમયે બીજા પાંડવને દ્રોપદીના આવાસમાં જવાની
અનુમતિ નાં હતી. આ નિયમને તોડનાર ને ૧ વર્ષ સુધી દેશની બહાર રહેવાનો દંડ આપવામાં
આવતો હતો.
અર્જુન અને દ્રોપદીનો સમય અજી પૂરો થયો જ હતો અને અને દ્રૌપદીને યુધીષ્ઠીર સાથેનો એક વર્ષનો સમય ચાલુ થયો હતો. અર્જુન ભૂલથી જ દ્રોપદીના આવાસ પર પોતાનું તીર ધનુષ ભૂલી આવ્યા. અને તેને કોઈ દુષ્ટ થી બ્રાહ્મણના પશુઓ ની રક્ષા માટે એ જ સમયે તેની જરૂર પડી તેથી ક્ષત્રીય ધર્મનું પાલન કરવા માટે તે નિયમ તોડીને દ્રોપદીના નિવાસ માં ગયો. અને તેના દંડ સ્વરૂપે તેને ૧ વર્ષ માટે રાજ્યની બહાર જવાનું થયું. અને એ એક વર્ષના વનવાસ દરમિયાન અર્જુનને અલુપી મળી અને તે તેને પરાણે નાગ લોકમાં લઈ ગઈ અને અર્જુનના અનુરોધ કરવા પર તેને લગ્ન કરવા પડ્યા. અને પછી બંને એક વર્ષ સુધી સાથે રહ્યા.
અને અર્જુને રાગ્રજના ઘર માં જ એ રાત્રી વિતાવી હતી. પછી સૂર્યોદય થવા પર અલુપીની સાથે અર્જુન નાગ્લોકની ઉપર ઉઠ્યા અને હરિદ્વાર માં ગંગા ના તટ પર આવી પહોચ્યા. અલુપી તેને ત્યાં જ છોડીને ફરી પોતાના ઘરે જતી રહી. જતી વખતે તેને અર્જુનને વરદાન આપ્યું કે તને જળ માં સર્વત્ર અજેય થશો અને દરેક જળચર તમારા વશમાં રહેશે.
અર્જુન અને નાગ કન્યા અલુપીના મિલનથી અર્જુનને એક વીર પુત્ર મળ્યો જેનું નામ ઈરાવન રાખ્યું. ભીષ્મ પર્વના ૯૦ માં અધ્યાયમાં સંજય ધ્રુતરાષ્ટ્રને ઈરાવન નો પરિચય આપતા જણાવે છે કે એરાવત વંશી નાગ એ અલુપીના અર્જુન સાથે લગ્ન કરાવ્યા અને અર્જુને એ નાગકન્યા ને પત્નીના રૂપમાં ગ્રહણ કરી હતી. અને આવી રીતે અર્જુન પુત્ર ઉત્પન્ન થયો.