કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળીની રાતે માતા લક્ષ્મી ધરતી ઉપર આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ રાતે જેના પણ ઘરમાં આવીને માં નિવાસ કરે છે, તેઓના ઘરોમાં ક્યારેય પણ ધનની ખોટ નથી આવતી.
દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે એટલી ધન દોલત હોય કે તે પોતાના સપના પ્રમાણે દુનિયાની તમામ વસ્તુઓ ખરીદી શકે. પરંતુ દરેકના ભાગ્યમાં આવું નથી બનતું. ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના બધા જ સપનાઓ પૂરા કરે આલીશાન બંગલા, ગાડી સાથે મોજ શોખથી પોતાનું જીવન જીવી રહ્યા હોય છે.
આજ કારણને લીધે લોકો ઘરમાં દીવા પ્રગટાવે છે. દિવાળી પર ખાસ કરીને માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી પૂજનથી માં ખુશ થઇ જાય છે,અને પોતાંના ભક્તો પર કૃપા બનાવી રાખે છે. દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને દુલ્હનની જેમ શણગારે છે અને દીવાઓ કરે છે. આ દિવસે માત્ર ઘરના મંદિરમાં જ નહિ પણ અન્ય જગ્યાઓ પર પણ દીવાઓ પ્રગટાવવામાં આવે છે. જેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નથી કરતી. આવો તો જાણીએ દિવાળીના દિવસે ક્યાં-ક્યાં દીવાઓ કરવાથી શુભ ફળ મળે છે.
૧. ઘરના મુખ્ય દરવાજા ના ઉંબરા પર જ દીવો કરવો શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી આવતી અને સુખ શાંતિ બની રહે છે.
૨. દિવાળીની
રાતે લક્ષ્મીમાંની પૂજા કરવામાં આવે છે અને ઘરના મંદિરોમાં દીવાઓ પ્રગટાવવામાં
આવે છે. આ દીવાઓને આખી રાત પ્રજ્વલિત જ રાખવા જોઈએ જેનાથી માં લક્ષ્મી ખુશ થઇ જાય
છે અને ઘરમાં ધન-સમૃદ્ધિ આવે છે.
૩. દિવાળી પર
ઘરની નજીક ચાર રસ્તા પર પણ દીવો જરુર કરવો જોઈએ. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થઇ
જાય છે.
૫. ઘરની પાસેના મંદિરમાં પણ દીવો જરૂર લગાવવો જોઈએ.
૬. આ દિવસે પીપળાના વૃક્ષની નીચે પણ દીવો જરૂરથી કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે પીપળાના પાન પર દીવો પ્રગટાવ્યા પછી પાછળ ફરીને જોવું ન જોઈએ.
૭. દિવાળીના દિવસે ઘરના મંદિર ની સાથે-સાથે આંગણામાં પણ દીવો કરવો શુભ માનવામાં આવે છે.