જાણો દ્રૌપદીના આ શ્રાપથી પાંડવો બચી ગયા હતા.

જયારે પાંડવો પોતાના નિર્વાસનનું ૧૨ મુ વર્ષ વિતાવી રહ્યા હતા ત્યારની આ વાત છે. એ સમયે દ્રૌપદીએ એક વૃક્ષ પર પાકેલા જાંબુનો ગુચ્છો લટકતો જોયો. તેણે તરત જ તેમાંથી એક જાંબુ તોડી લીધું. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત થયા. આ ફળ થી ૧૨ વર્ષનો ઉપવાસ તોડવાના હતા. અને જો એને આ વાત ની જાણ થશે કે તમે આ ફળ તોડી નાખ્યું છે તો એ તમને શ્રાપ આપશે. આ સાંભળી પાંડવોએ શ્રી કૃષ્ણને આ મુસીબતમાંથી બચાવવા માટેનો ઉપાય પૂછ્યો.

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તેના માટે પાંડવોએ વૃક્ષ ની નીચે જઈને સત્ય વચન બોલવા પડશે જે કઈ પણ દિલ માં રાજ છુપાયેલ હોય એ બોલવું, જો દરેક લોકો આવું કરશો તો આ ફળ પાછું વૃક્ષ પર જતું રહેશે. અને તમે સાધુના શ્રાપથી બચી જશો. અને જો કોઈ ખોટું બોલશે તો ફળ બળીને રાખ થઇ જશે.

સૌથી પહેલા શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિરને બોલાવ્યો. તેણે કહ્યું કે દુનિયામાં સત્ય, ઈમાનદારી, સહિષ્ણુતા, નો પ્રસાર થવો જોઈએ. તેણે પાંડવો સાથે થયેલ દરેક ખરાબ ઘટના માટે  દ્રૌપદીને જવાબદાર બતાવી. તેના સત્ય વચન થી આ ફળ બે ફૂટ જમીનથી ઉપર આવી ગયું. ત્યાર બાદ ભીમ આવ્યો. અને તેને બધાની સામે જણાવ્યું કે નિંદ્રા, ભૂખ અને સેક્સ પ્રત્યે તેની આશક્તિ ક્યારેય પણ ઓછી નથી થતી. તેમણે તેણે કહ્યું કે એ ધૃતરાષ્ટ્ર ના દરેક પુત્રોને મારી નાખશે. અને જે કોઈ તેના ગળાનું અપમાન કરશે તેને પણ તે મારી નાખશે. ત્યાર બાદ ફળ બીજા ૨ ફૂટ ઉપર આવ્યું. 

ત્યાર બાદ અર્જુન, નકુલ અને સહદેવ બધાયે પોત પોતાનું રહસ્ય જણાવ્યું અને એ મુજબ ફળ થોડું થોડું ઉપર આવતું ગયું હવે છેલ્લે દ્રોપદીનો વારો આવ્યો. તેણે જણાવ્યું કે મારે પાંચ પતિ છે અને હું એમના દુર્ભાગ્યનું કારણ છું. હું ભણેલી હોવા છતાં વિચારીને કોઈ નિર્ણય ન લઇ શકી આવું બોલવા પર પણ ફળ ઉપર ન આવ્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે દ્રોપદી કોઈ રહસ્ય છુપાવી રહી છે. એ સાંભળી દ્રોપદી પોતાના પતિઓની સામે જોઇને બોલી હું તમને પાંચેયને પ્રેમ કરું છું, પરંતુ હું કોઈ છઠ્ઠા વ્યક્તિને પણ પ્રેમ કરું છું. હું કર્ણને પ્રેમ કરું છું. જો મે કર્ણ સાથે લગ્ન કાર્ય હોત તો હું આજે આટલી દુખી ન  હોત. આ સાંભળી પાંચેય પાંડવો હેરાન થઇ ગયા અને કોઈ કઈજ બોલ્યા નહિ. દ્રોપદીના રહસ્ય ખુલવા પર શ્રી કૃષ્ણ ના કહેવા અનુસાર ફળ પાછું એ વૃક્ષ પર જતું રહ્યું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer