કોરોના અને મ્યુક્રમાયકોસિસ એવા રોગનું નામ સાંભળીને ભલભલા વ્યક્તિ ડરી જાય છે પરંતુ જો આવા ભયંકર રોગનો સામનો પણ સકારાત્મક અભિગમથી કરવામાં આવે તો તેઓ કંઈ વધુ સમય ટકી શકતા નથી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 10 વર્ષીય કિર્તી કોઠારી 12 દિવસ દાખલ રહી ને જે રોગનું નામ સાંભળીને ભલ ભલા ડરી જાય છે તેને હરાવ્યા જ નહિ પરંતુ રિક્વર પણ થઈ.
૧૦ વર્ષીય કીર્તિ તેના મળવા દાદી ને ઘરે રાજસ્થાનમાં ગઈ હતી જ્યાં તેને એક બાજુની આંખમાં સોજો અને દુખાવો થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેના માતા-પિતા તેને તુરંત જ અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં લઈ આવ્યા અને ત્યાં તેની સારવાર કરવામાં આવી. જેમાં આ આંખનો ઇન્ફેક્શન પણ સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યું અને અને તે કોરોના માંથી પણ રિકવર થઇ.
તે છતાંય સંતોષકારક પરિણામ મળ્યું નહી. છેલ્લે પહેલી જૂનના રોજ કિર્તીના માતા-પિતા અમદાવાદ સિવિલમા સારવાર માટે લઇ આવ્યા.જ્યારે બાળકને અમદાવાદમાં સારવાર અર્થે ખસેડવામાં આવી ત્યારે તેને આંખો ખુલતી નથી આ ઉપરાંત પેટમાં દુખાવાની ફરિયાદ તેને ઘણો જ તાવ હતો.
તેથી misc ની સંભાવના હતીMIS-C રોગમાં શરીરના વિવિધ અવયવોમાં સોજો થતો જોવા મળે છે. જેના લક્ષણોમાં વધુ તાવ આવવો, ઝાડા-ઉલ્ટી થવી, પેટમાં દુખાવો થવો, આંખમાંથી પાણી પડવું, માથામા દુખાવો થવો, ચામડી પર ચાઠા પડવાનો સમાવેશ થાય છે.
રોગ ફેલાઈ ગયો હોવાથી કીર્તિને નું ઇમ્યુનોગ્લોબ્યુલિંનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું કે જે સોજો ઉતારવા માટે તાત્કાલિક અસર કરે છે. જેની ખરાઇ કરવા તબીબોએ વિવિધ રીપોર્ટસ કરાવ્યા. રીપોર્ટસમાં MIS-C અને ફંગલ ઇન્ફેકશનનું પણ નિદાન થયું.
કિર્તીનું CRP (સી-રીએક્ટીવ પ્રોટીન), ડી-ડાઇમર વધવાના કારણે ઇન્ફ્લામેટરી માર્કર્સ (સોજા) વધી રહ્યા હતા.રોગની ગંભીરતા જાણીને દવાખાના સ્ટાફમાંથી પણ તુંરત ઇજંકશન ની વ્યવસ્થા કરાઈ..12 દિવસની સધન સારવાર મેળવીને કિર્તી કોઠારી સંપૂર્ણપણે સાજી થઇ ઘરેપરત થઇ છે.