ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે આવનારી આ સરકારી પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો….

ગઈ કાલે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખો જાહેર કરી દેવાય છે, જેના કારણે તેની સીધી અસર GPSCની પરીક્ષાઓના કાર્યક્રમ પર પડી છે. GPSCની પ્રિલીમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયો છે.

તમને જણાવી દઈએ કે અગાઉ 19 ડિસેમ્બર 2021ના રોજ GPSCની પ્રાથમિક પરીક્ષા લેવાની હતી. પરંતુ હવે આ તારીખ ચૂંટણીને લીધે પાછી ઠેલાઈ છે. હવે GPSCની પ્રાથમિક પરીક્ષા 26 ડિસેમ્બર 2021ના રોજ લેવાશે.

મળતી માહિતી અનુસાર GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખોમા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે હવે 19 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા હવી સીધી 26 ડિસેમ્બર લઈ જવામાં આવી છે.

જે માટે ગુજરાત જાહેર સેવા આયોગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં GPSCની પરીક્ષાની તારીખોમાં બદલાવ કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાત જાહેર સેવા આયોગે બહાર પાડેલ પરિપત્ર મુજબ વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા 16/12ના યોજાશે.

જ્યારે નપા મુખ્ય અધિકારી-2ની પરીક્ષા 16/12ના યોજાશે. તેમજ મદદનીશ નિયામક-2ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે. આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 2 જાન્યુઆરી 2022ના યોજાશે અને જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા 9 જાન્યુઆરીના રોજ યોજવાનો નક્કી કરાયું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer