આગામી પરીક્ષા માટે વેક્સિનેશન ફરજિયાત, ગુજરાતની આ મોટી યુનિવર્સિટી એ કર્યું જાહેર. .

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં ચાલુ છે અને હજુ આગામી ત્રીજી લહેર આવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે અને આ ત્રીજી લહેર બાળકોને મેક્સિમમ સંક્રમિત કરશે એવો પણ ભય વ્યક્ત થયો છે.

કુલપતિશ્રી જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં શરૂ થનારી પરીક્ષાઓમાં જે વિદ્યાર્થી એ કોરોના ની રસી લીધેલ હશે તેને જ પરીક્ષામાં બેસવા દેવામાં અન્યને નહીં. જો વેક્સિન નથી લીધી તો પ્રિન્સિપાલ પાસેથી જવાબ લઈ ને આવવાનું રહેશે.

હાલ સમયમાં અનેક લોકોને વેક્સીન માટે સ્લોટ નથી મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં છે. પરંતુ વધુમાં કુલપતિશ્રી જણાવ્યું હતું કે જો જેમને એક લીધો ડોઝ હશે તો પણ ચાલશે બે ડોઝ લેવા ફરજિયાત નથી.

આ નિર્ણય લેવાનો હેતું વિદ્યાર્થીઓમાં વેક્સિનેશન અંગે જાગૃતિ આવે અને દેશમાં વેક્સિનેશન કામગીરી વધે તે માટે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2021નું આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે.

આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે.GTU દ્વારા આ અંગે પરીપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer