કચ્છમાં લોક ગાયીકા ગીતા રબારી ફરી વિવાદમાં આવ્યા છે. વિવાદાસ્પદ ગીતા રબારી દવારા ઘેર બેઠા રસી લેવાનાં વિવાદ બાદ હવે તેમના ‘ડાયરા’ વિવાદ સર્જયો છે. સોસીયલ મીડિયામાં સરકારનાં નિયમોની ધજીયા ઉડાવતા ડાયરાની વિડિઓ ક્લિપ વાયરલ થયા બાદ પોલીસે સ્વયંભૂ કાર્યવાહી કરી છે.કચ્છના એક ફાર્મ હાઉસ ખાતે લોક ગાયીકા ગીતા રબારીના ડાયરામાં લોકો જોડાતા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
કચ્છના રેલડીના ફાર્મ હાઉસ ખાતે લોક ગાયીકા ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ લોક ડાયરામાં લોકો જોડાતા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કોવિડ નિયમોનું ધરાર ઉલ્લંઘન કરીને ડાયરાની મહેફિલ કરનારા ગીતા રબારી સામે પોલીસ કાર્યવાહી કરી છે.થોડા દિવસ પહેલા જ ઘેર બેઠા બેઠા રસી લેવાને મામલે ગીતા રબારી ચર્ચામાં આવ્યા હતા.
જેમાં તંત્રએ એક પત્ર લખીને મામલા ઉપર ઠંડુ પાણી રેડી દઈને હેલ્થ વર્કરની બદલી કરી કેસ દબાવી દીધો હતો.પોલીસે હિંમત કરીને ગીતા સામે પણ ગુન્હો દાખલ કર્યો છે. જેને લઇને પેડી પ્રસંગ વૈભવી ડાયરામાં આયોજક સંજય ઠક્કર અને ગાયીકા ગીતા રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચર્ચા મચી ગઈ છે.
જો કે, આ ડાયરામાં જેન્તી ભાનુશાળી હત્યા કેસનો આરોપી જેન્તી ડુમરા પણ હાજર હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે લોક ગાયીકા ગીતા રબારી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન ગીતા રબારીના આવા ત્રણ કિસ્સાઓ ચર્ચામાં આવ્યા હતા.જેમાં જયંતિ ભાનુશાલી મર્ડર કેસનાં આરોપી એવા જયંતિ ઠક્કરના સાળા ઉપરાંત ગીતા સામે પણ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.
.ત્યારે તાજેતરમાં જ વેક્સીન ઘરે લેવા મામલે ચર્ચામાં આવ્યા હતા. જેને લઇને સરકારથી લઇને સ્થાનિક તંત્રના ઠપકાનો સામનો પણ કરવો પડ્યો હતો.જે રીતે કચ્છનું તંત્ર અને પોલીસ ગીતાની આટલી બેદરકારી સામે લાજ કાઢી રહી છે તેને જોતા તેની પાછળ ભાજપનાં કોઈ મોટા નેતાનાં આશીર્વાદ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.જેને લઇને ડાયરા આયોજક અને ગીતા રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.