ઘરમાં લાફિંગ બુદ્ધા અને ફેંગશુઈ કાચબો રાખવા પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે…

પોતાની પરેશાનીઓને દૂર કરવા માટે અને પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે લોકો ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ચાઈનીઝ ફેંગશુઈ શાસ્ત્ર નો સહારો લેતા હોય છે. ફેંગશુઈની અંદર તમારા ઘરની રહેલી દરેક પરેશાનીઓને દૂર કરવા માટે તમારા ઘરમાં કાચબા અથવા તો લાફિંગ બુદ્ધાને રાખવો શુભ માનવામાં આવે છે.

ઘરમાં રહેલી કોઈપણ પ્રકારની બીમારીઓ અથવા તો દુશ્મનો થી છુટકારો મેળવવા માટે ફેંગશુઈની અંદર કાચબા ને રાખવાની વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.  જે વ્યક્તિઓના ઘરમાં કાચબો રાખવામાં આવે છે તેવા વ્યક્તિઓ ક્યારે બીમાર પડતા નથી.

બીમારીથી બચવા ઉપરાંત લોકો પોતાના ઘરમાં ધાતુમાંથી બનેલા કાચબાને ઉત્તર દિશામાં રાખે છે. આમ કરવાથી તે વ્યક્તિને નોકરી-ધંધામાં અને વેપારમાં સારી એવી સફળતા મળે છે. કાચબો પોતાનાં જીવનકાળમાં લાંબો સમય સુધી જીવતા રહેતા હોય છે,

અને આથી જ ફેંગશુઈની અંદર કાચબાને દીર્ઘાયુનું પ્રતીક માનવામાં આવે છે. આથી જે વ્યક્તિઓ પોતાના ઘરમાં આ ફેંગશુઈ કાચબાને રાખે છે તે વ્યક્તિઓ નું આયુષ્ય લાંબું થાય છે. જો ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવામાં આવે તો તેના કારણે જીવનમાં પ્રસન્નતામાં વધારો થાય છે.

આ ઉપરાંત ઉપહારમાં આપેલા લાફિંગ બુદ્ધા નું વિશેષ મહત્વ રહેલું છે. આવું કરવાથી તમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. આમ જો તમે પણ તમારા ઘરની અંદર લાફિંગ બુદ્ધા અથવા તો ફેંગશુઈ કાચબાને રાખો

તો તેના કારણે તમારા જીવનમાં પણ કાયમી માટે સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે, અને તમારા ઘરની અંદર રહેલી દરેક બીમારીઓ દૂર થઈ જાય છે. ઘરમાં આ રીતે ફેંગશુઈ કાચબા અને લાફિંગ બુદ્ધાને રાખવાથી તમારા ઘર પરિવારના લોકો પણ લાંબું આયુષ્ય જીવી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer