ઘરેલુ ઈલાજ કરતા ચેતજો, ડોકટરો એ કીધું આ બધી વસ્તુ રોગ પ્રતિકારક શક્તિ વધારવાને બદલે મ્યુકર માઇકોસીસ જેવા રોગને આમંત્રણ આપી શકે છે.

કોવિડના ઉપચારમાં છાણથી ઉપચારની થેરેપી સામે Doctorએ ચેતવણી આપી. કોવિડ વાઇરસ સામે રક્ષણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા ગાયનું છાણ શરીર પણ લગાવી રહ્યાં છે. જોકે તેમ ન કરવા Doctorએ સલાહ આપી છે.

દર 7 દિવસે હેલ્થ વર્કર સહિત 15 જેટલા લોકો એસજી હાઈવે પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી)ની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે Doctorએ એવી ચેતવણી આપી છે કે, છાણ અને ગૌમૂત્રથી કોવિડ વાઇરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની વાત બોગસ છે.

Doctorએ થેરાપીને બોગસ ગણાવી :- Doctorએ આ નુસખાને બોગસ ગણાવવાની સાથે ગાયના છાણથી શરીરમાં મ્યુકર માઇકોસિસનો ચેપ ફેલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર આવેલી એસજીવીપીની ગૌશાળામાં 200 જેટલી ગાયો છે ત્યારે ગાયના છાણથી કોવિડ મટી જશે તેવુ માનીને દર રવિવારે હેલ્થ વર્કર્સ સહિત 15 જેટલાં લોકો એસજીવીપીની ગૌશાળાની મુલાકાત લઈ રહ્યા છે.

થેરેપીને બદલે ડોક્ટરની યોગ્ય સલાહ લેવી :- ગાંધીનગરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડો. દિલીપ માવળંકરના જણાવ્યા મુજબ, ગાયનું છાણ શરીર પર લગાવવાની થેરેપીથી કોવિડ સામે રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેવું કોઈ રિસર્ચમાં સાબિત થયું નથી.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું હતું કે, ગાયના છાણ-મૂત્રથી કોવિડ વાઇરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની આ થેરેપી શરીરના બગાડ સિવાય બીજું કશું નથી. ગાયના છાણ-મૂત્ર રોગ પ્રતિકારક શક્તિને ક્યારેય વેગ આપી શકતાં નથી,

જેથી આ થેરેપી બોગસ અને અવિશ્વસનીય લાગે છે. આથી લોકોએ આ થેરેપીને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.ઉલ્લેખનીય છે કે, કોવિડની સારવાર લઈ બહાર આવેલા લોકો મ્યુકર માઇકોસિસથી ગ્રસ્ત થયા હાવોના કિસ્સા વધી રહ્યા છે.

મ્યુકર માઇકોસિસના રોજના 10 કેસ આવે છે :- શહેરમાં કોવિડના કેસમાં ઘટાડો થયો છે, પણ મ્યુકોર માયકોસિસના કેસમાં વધારો થતાં સિવિલમાં 110 બેડની વ્યવસ્થા કરાઈ રહી છે અને મ્યુકોર માયકોસિસના રોજના 10થી 12 જેટલા નવા કેસ આવી રહ્યા છે,

પરંતુ મ્યુકોર માયકોસિસની સારવારમાં ઉપયોગી એવાં ઇન્જેક્શન શોધ્યે મળ‌તા નથી. આવામાં છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ વધવાને બદલે ફંગલ ઇન્ફેકશન વધતાં મ્યુકોર માયકોસિસ સહિત અન્ય ચેપના કેસમાં વધારો થવાની ભીતિ Doctor સેવી રહ્યા છે.

છાણમાં ફંગસ હોવાથી શરીર પર ન લગાવી શકાય :- ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, ગાયના છાણમાં ફંગસ હોવાથી તે શરીર પર લગાવવાથી શરીરમાં પ્રવેશીને મ્યુકર માઇકોસિસ જેવાં ફંગલ ઇન્ફેકશન જેવા ચેપનું કારણ બની શકે છે. આથી લોકોએ આ પ્રકારની થેરેપીથી બચવું જોઈએ અને તેને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઈએ તે વધારે હિતાવહ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer