ઘરના બાથરૂમમાં બ્લુ રંગની ડોલ રાખવાથી ઘરમાં આવે છે સુખ-શાંતિ અને સમૃદ્ધિ, વાસ્તુદોષ પણ થાય છે દુર  

ઘરના બાથરુમમાં બ્લુ રંગની ડોલ રાખવાથી લાભ થાય છે. તેને રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. પરંતુ આ ડોલ ક્યારેય ખાલી રાખવી નહીં તેને પાણીથી થોડી ભરેલી રાખવી. બાથરૂમ આમ તો સામાન્ય વ્યવસ્થા લાગે છે પરંતુ તેનાથી પણ ઘરમાં દોષ ઉત્પન્ન થાય છે જેનો જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે.

વાસ્તુ દોષ ન ઉત્પન્ન થાય તે માટે બાથરૂમમાં બ્લૂ રંગની એક ડોલ રાખવી. તેનો સીધો સંબંધ ઘરની સુખ-શાંતિ પર રહે છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે. પણ ડોલને પાણીથી ભરી દેવી જોઈએ. આ ઉપરાંત બાથરુમના દરવાજા સામે જ અરીસો ન રાખવો. તેનાથી ઘરમાં અશુભ પ્રભાવ વધે છે.

કારણ કે તમે બાથરુમનો દરવાજો ખોલો એટલે નકારાત્મક ઉર્જા નીકળે છે જે અરીસામાં અથડાઈ અને રુમમાં ફેલાઈ જાય છે. આ ઉપરાંત બાથરુમનો દરવાજો પણ ખુલ્લો રાખવો નહીં. બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાઈ જાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં તો બેડરૂમમાં બાથરુમ રાખવાની વ્યવસ્થાની મનાઈ કરવામાં આવી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પરંતુ આધુનિક સમયમાં બેડરૂમમાં બાથરુમ હોવું તે ફેશન બની ગઈ છે.  એટલા માટે જ અહીં એવા ઉપાયો આપવામાં આવ્યા છે જેને કરવાથી દોષ દૂર થાય છે.

બાથરુમમાં નળ ટાઈટ બંધ રાખવા જેથી પાણી ટપકતું બંધ થાય. શક્ય હોય તો બાથરુમ અને શૌચાલય સાથે ન રાખવા. તેનાથી ઘર પર આર્થિક સમસ્યાઓ વધે રાખે છે. શૌચાલયનો દરવાજો પૂર્વ, ઉત્તર દિશા તરફ ખુલે તેમ ન રાખવો.

દરવાજો પશ્ચિમ અથવા વાયવ્ય ખૂણામાં રાખવો જોઈએ. શૌચાલયની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે શૌચક્રિયા સમયે મુખ પૂર્વ દિશા તરફ ન રહે. શાવર એવી રીતે રાખવો કે સ્નાન કરતી વખતે મુખ ઉત્તર, ઈશાન કે પૂર્વ દિશા તરફ હોય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer