મોટો વિવાદ; ગુજરાતી સેલિબ્રિટી અને લોકગાયિકા ગીતાબેન રબારીને ઘરે જઈ રસી અપાતા થયો વિવાદ, DDO એ કાર્યવાહી કરવા આપ્યો આદેશ. . .

દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ગાયિકા ગીતા રબારી ને લગભગ જ કોઈ નહિ ઓળખતું હોય.તેમને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે જઈને રસી અપાતા વિવાદ સર્જાયો છે. ગીતા રબારીએ ખુદ ગઈ કાલે પોતાના ટ્વિટર હેન્ડલ માંરફતે પોતાના ઘરે કોરોના વેક્સિન આપતી હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ થતા તેમણે પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

પરંતુ, સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કરવામા આવ્યા છે. જેના પગલે જવાબદારઅધિકારી તરીકે CDHO ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો છે.

સામાન્ય પ્રજાને એક બાજુ કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓ ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં પણ હાલાકી વેઠવી પડે છે, હેરાન પરેશાન થઈ જાય છે, જો કિસ્મતસારા હોય તો રિજસ્ટ્રેશનનું લોગ ઈન થાય તો પણ પહેલા લોગ આઉટ કરી દેવાય છે.

લોકોને પસંદગીના અને નજીકના સ્થળે વેક્સિન કેન્દ્ર ન મળવાથી બે બે કલાકની મુસાફરી કરીને દૂર સુધી રસી લેવા જરૂ પડે છે, અને અમદાવાદમાં તો 20-20 કિલોમીટર દૂર ફકત વેક્સિન લેવા માટે જવું પડે છે. ત્યારે બીજી તરફ સેલિબ્રિટીઓને રજિસ્ટ્રેશન વગર તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાયાનો કિસ્સો સામે આવ્યો છે.

મોટી ભૂલ કર્યાનું ભાન થતાં અને લોકો એ જેવો વિરોધ દર્શાવ્યો કે તરત જ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી, પરંતુ તેમની પોસ્ટ અને તેમના પતિએ વ્હોટસએપના સ્ટેટસમા મૂકેલા ફોટા- સ્ક્રીન શોટમાં લેવાઈ ગયા હતાં જેને લીધે આ બાબત મીડિયામાં વાયરલ થઇ.

બીજી બાજુ, ચારે બાજુ ગાઈડલાઈન્સની વાતો કરતી સરકાર અને જિલ્લાના વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ ગયાં હતાં, જેથી સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકની પૂછપરછ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેને પગલે જેવું દરવખતે બનતું હોય એવું કે નાના કર્મચારી ને ભોગવવાનું હોય તે રીતે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને રવિવારે બપોર 12 વાગ્યા સુધી ખુલાસો કરવા નોટિસ ફટકારાઈ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer