સુરતમાં ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, ભાઈએ જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી, માતા-પિતાનું હૈયાફાટ રુદન…

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં પાગલ યુવાને જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી એની હત્યા કરી હતી. આવી ઘાતકી હત્યાને કારણે આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. દરેક ને આઘાત લાગ્યો છો. ગ્રીષ્માના પિતા આફ્રિકા હોવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા. દીકરીની આવી કરપીણ હત્યા અંગે સાંભળીને પિતાનું કાળજુ કંપી ઊઠયું હતું.

આફ્રિકાથી ખાતે સુરત પહોંચેલા પિતાને જ્યારે દીકરી હતી તેની જાણ થઇ ત્યારે તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી અને સુરત શોકમાં ડૂબી ગયું છે. અંતિમયાત્રા ને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એ ની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. તેના માતા-પિતા આક્રંદ કરી રહ્યા છે. સમાજના વ્યક્તિઓ પણ ચોધાર આંસુએ એને વિદાય આપી રહ્યા છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ છે.

લોકોએ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી –
રસ્તામાં લોકો સ્વેચ્છાએ અંતિમયાત્રામાં જોડાયા હતા. ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનાર આરોપીને આકરામાં આકરી સજા આપવાની માંગ પણ કરવામાં આવી હતી. અંતિમયાત્રામાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. અશ્વિનીકુમાર સુધી સ્પેશ્યલ બ્રાન્ચને બંદોબસ્ત ની જવાબદારી સોંપવામાં છે. ખાનગી વાહનો ઉપર ગ્રીષ્માની અંતિમ સફર ના ફોટો સાથેની યાત્રા માટેની તૈયારીઓ જોવા મળી છે.

રસ્તામાં બે હાથ જોડી લોકોએ શ્રદ્ધાંજલિ અને વિદાય આપી –
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાસોદરા ગ્રીષ્માના ઘરથી હીરાબાગ અને અશ્વિનીકુમાર સ્મશાન સુધી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકો દ્વારા કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પણ તકેદારી રખાઇ હતી. એના માટે સ્મશાન માં પણ પોલીસ ગોઠવવામાં આવી હતી. વરાછા, કતારગામ, સરથાણા, કાપોદ્રા સહિત ટ્રાફિકના તમામ સેક્ટરમાં જે તે વિસ્તારની પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.આ વિસ્તારના એસીપી, ડીસીપી, અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી. ઉપરાંત સ્મશાનમાં લઈ જવાતા રથ આગળ પણ પોલીસની ગાડીઓ ચાલતી હતી.

સ્મશાન યાત્રાના રથ આગળ પણ પોલીસની ગાડીઓ ચાલી રહી હતી – ઘટના શું હતી? સુરત જિલ્લામાં 12 ફેબ્રુઆરીના રોજ કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવક દ્વારા ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીની એની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં જ હત્યા કરવામાં હતી. ફેનિલ એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતો હતો. પરિવાર દ્વારા એને અનેકવાર સમજાવવાના પ્રયત્નો થયા હોવા છતાં પણ શનિવારે તે ઘરે પહોંચી ગયો હતો. ક્યારે ગ્રીસમાં મોટા પપ્પા અને ભાઈ એ તેને સમજાવવા પ્રયત્ન કર્યો ત્યારે એણે ગ્રીસમાં મોટા પપ્પા અને ભાઈ ને ચપ્પુ ના ઘા માર્યા હતા. ત્યારબાદ હાથમાં પકડી રાખેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

મૃતક ગ્રીષ્માનું પોલીસ-ઇન્સ્પેક્ટર બનવાનું સપનું હતું –
ગ્રીષ્માનાં માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. પિતા નંદલાલભાઈને ભાઈનો અકસ્માત થયો હોવાનું કહી સુરત બોલાવવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ દીકરીની કરપીણ હત્યા અંગે સાંભળીને તેમનું કાળજુ કંપી ઊઠયું હતું. ગ્રીષ્માના પિતાના આવ્યા બાદ એની અંતિમવિધિની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ફેનિલ ગ્રીષ્માને છેલ્લા 1 વર્ષથી હેરાન કરી રહ્યો હતો –
માતા હજી સુધી દીકરીની હત્યા થી અજાણ છે. દીકરીની એ જાગે બૂમો પાડવા લાગે છે. ગ્રીષ્મા ચાલ ઘરમાં, પોતા મારી દે, ઘરકામ પત્યું કે નહીં, એવી બુમો પાડે છે. એમને દવા પીવડાવી સૂવડાવવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ ઉંડો આઘાત લાગ્યો છે. કોઈની હિંમત જ નથી ચાલતી કે એમને જણાવે કે, ગ્રીષ્મા નથી રહી. ભગવાન ગ્રીષ્માની મમ્મીને આ આઘાતમાંથી બહાર આવવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના કરીએ છે.

હત્યાની ઘટના પહેલાં ગ્રીષ્માએ ફેનિલ પીછો કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું –
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી. સાથે તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે એના માટે હૈયા ધરપત પણ આપી હતી. હર્ષદ સંઘવીએ જણાવ્યું હતું કે, આખા કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયત્ન કરી રહી છે. ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલની પણ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે, જેથી મજબૂત પુરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આગળની કાર્યવાહી કરે અને, આરોપીને એ પ્રકારની સજા કરાવે, જે દાખલારૂપ બેસી શકે. એ પ્રકારનું ન્યાય મળશે કે બીજો કોઈ યુવક આ પ્રકારનું ઘૃણા યુક્ત કૃત્ય કરવાની હિંમત ન કરે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer