ગ્રીષ્માની આ તસ્વીરો જોઇને તમે પણ ઈમોશનલ થઇ જશો, હસતો ચહેરો તમારી આંખોમાં પણ આંસુ લાવી દેશે…

હાલમાં જ સુરતમાં ફેનીલ નામના એક યુવકે વન સાઇડેડ લવમાં ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. એ બાદ સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફેલાયો છે. લોકો ગ્રીષ્માના આમ સરેઆમ થયેલા મર્ડરની ખૂબ જ આલોચના કરી રહ્યા છે.

એવામાં ગ્રીષ્માની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક નરાધમે આમ આ રીતે ગ્રીષ્માની હત્યા કરી નાખી એ ખરેખર માનવામાં નથી આવતું.

તસવીરોમાં દેખાતો આ હસતો ચહેરો હવે ક્યારેય જોવા નહીં મળે એનો એના પરિવારજનોને આઘાત છે.

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં અને માતા સુરતમાં રહેતા હતા અને એ એના પરિવારની ખૂબ જ લાડકી હતી, પરિવાર સાથે ફરવા ગયેલી ગ્રીષ્માના ફોટા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

દીકરી માતા પિતાનું હૃદય હોય એવામાં જ્યારે એ આમ અચાનક ચાલી જાય તો માતા પિતા પર શુ વીતે એની કલ્પના પણ આપણને રડાવી જાય અને એમાંય જ્યારે દીકરી આવા કોઈ નરાધમનો ભોગ બને તો માતા પિતા લોહીના આંસુઓ સારે એ સ્વાભાવિક જ છે

ગ્રીષ્માના સપના ઊંચા હતા, એ પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માંગતી હતી. અને એ માટે એ અથાગ મહેનત કરતી હતી. તમને જણાવી દઈએ કે ગ્રીષ્માના માતા પિતા દિવ્યાંગ છે.

ગ્રીષ્માનો જન્મ 22 ડિસેમ્બર 2001ના રોજ સુરતમાં થયો હતો. એના પિતા આફ્રિકામાં જોબ માટે ગયા હતા.

હાલ ગ્રીષ્માં આપણી વચ્ચે નથી અને એટલે જ ગ્રીષ્માના પરિવાર દ્વારા આરોપી ફેનિલને ફાંસીના માચડે ચઢાવી દેવાની માંગણી કરવામાં આવી છે તો લોકો પણ આરોપીને ફાંસી થાય તેવી માંગ કરી રહ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer