જયારે સીતા માતાએ પીરસેલા ભોજનથી હનુમાનજીની ભૂખ તૃપ્ત ન થઇ ત્યારે ભગવાન રામે આવી રીતે મિટાવી ભૂખ 

ભગવાન શ્રી રામના રાજ્ય અભિષેક ના થોડા સમય પછી માતા સીતા ને હનુમાનજી પર વાત્સલ્ય પ્રેમ ઉમડી આવ્યો અને તેણે હનુમાનજીને કહ્યું કે તેઓ પોતાના હાથો થી ભોજન બનાવીને ખવડાવવ ઈચ્છે છે.

આ બધું સાંભળીને હનુમાનજી ખુબજ વધારે પ્રસન્ન થઇ ગયા. કારણ કે માતા સીતાના હાથનું બનેલું ભોજન ખાવાનું તેમના માટે ખુબજ સૌભાગ્યની વાત હતી. તેથી હનુમાનજી ખુબજ ખુશ થઇ ગયા હતા.

માતા સીતાએ હનુમાનજી માટે ઘણા બધા વ્યંજન અને પકવાન બનાવ્યા અને રામ ભક્ત હનુમાન ને સીતા માતાએ સ્વયં પોતાના હાથે થી ભોજન પીરસ્યું. અને જેવું પવન પુત્ર હનુમાનની થાળી માં જે કઈ પણ ભોજન પીરસવામાં આવતું એ તરત જ એમના મો માં ચાલ્યું જતું. હનુમાનજીની ભૂખ તૃપ્ત જ નહોતી થઇ રહી.

આ બધું જોઇને માતા સીતા ને ચિંતા થવા લાગી અને તેમની રસોઈમાં ભોજન સમાપ્ત થવા પર હતું.   માત સીતા એ પોતાની આ વ્યથા લક્ષ્મણ ને કહી, માતા સીતા ની વાત સાંભળી લક્ષ્મણએ કહ્યું કે હનુમાન રુદ્ર ના અવતાર છે.

તેમને ભલા કોણ તૃપ્ત કરી શકે. અને ત્યારે જ લક્ષ્મણે તુલસીના પાન પર ચંદનથી રામ લખ્યું અને એ પાન હનુમાનજીના ભોજાન પાત્ર માં નાખ્યું. અને તુલસી મો માં આવતાજ હનુંમાંજીની ભૂખ શાંત થઇ ગઈ.

અને થાળી માં વધેલા અન્ન ને પોતાના શરીર પર મસળીને હનુમાનજી ખુશીથી જુમવા લાગ્યા અને નૃત્ય કરતા કરતા રામ નામ ના કીર્તન કરવા લાગ્યા. તેમજ આ બધું જોઇને માતા સીતા ખુબજ પ્રસન્ન થઇ ગયા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer